સફળ સર્જરી:ઘાનામાં 6 વખત નિષ્ફળ રહેલી હિપ રિપ્લેસમેન્ટ સર્જરીને અમદાવાદમાં સફળતા મળી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દીકરી સાથે દર્દી - Divya Bhaskar
દીકરી સાથે દર્દી

અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં દર્દી પર સાતમીવાર હિપ રિપ્લેસમેન્ટ કરવામાં સફળતા મળી છે. આફ્રિકન દેશ ઘાનાના એક દર્દી પર હિપ રિપ્લેસમેન્ટની સર્જરી 6 વખત નિષ્ફળ ગઈ હતી. ડોક્ટર વિક્રમ શાહ અને તેમની ચાર ડોકટરોની ટીમે સફળ સર્જરી કરી છે.

એક જ હોસ્પિટલમાં 6વાર સર્જરી નિષ્ફળ રહી
​​​​​​​ઘાનાના બોલ્ગાટાંગા શહેરના 65 વર્ષના નાન્સાતા સાલીફુ વર્ષ 2016માં પડી જવાના કાર ણેહિપમાં ફ્રેક્ચર થયું. 2017ની શરૂઆતમાં ઘાનાના વાબકુ ખાતે સૌથી પહેલા હિપ રિપ્લેસમેન્ટની સર્જરી કરવામાં આવી. પરંતુ તેમને ઇન્ફેક્શન થયું. જે બાદ દર્દીએ બીજી હોસ્પિટલમાં સારવાર લીધી. જોકે, આ સર્જરી પણ નિષ્ફળ ગઈ હતી. તે પછીના અઢી વર્ષ દરમિયાન તેમણે તે જ હોસ્પિટલમાં પાંચ વખત હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી, જે કારગર સાબિત ન થઈ.

સફળ સર્જરી કરનારી ડોક્ટરોની ટીમ
સફળ સર્જરી કરનારી ડોક્ટરોની ટીમ

અઢી કલાક ચાલી સર્જરી
ઘાનામાં નિષ્ણાંત તબીબો અને અનુભવના અભાવના કારણે સર્જરીમાં ખામી રહી જતી હતી. જે બાદ દર્દીએ અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં સારવાર લેવાની શરૂઆત કરી. જ્યાં ડોક્ટરોની ટીમે તેમનો સફળ ઓપરેશન કર્યું. અંદાજે અઢી કલાક ચાલેલી આ સર્જરીમાં હોસ્પિટલની 'બોન બેંક'માં રહેલા હાડકાનાં ચુડાની મદદ પણ લેવામાં આવી જેના થકી આ સર્જરી સફળ રહી.

દર્દીનો પગ 3 સે.મી. ટૂંકો થઈ ગયો હતો
હિપ રિપ્લેસમેન્ટ એક એવી સર્જરી છે. જેમાં ક્ષતિગ્રસ્ત હાડકાને હિપ જોઈન્ટમાંથી બદલીને તેની જગ્યાએ કૃત્રિમ ઇમ્પ્લાન્ટ્સ લગાવવામાં આવે છે. આ સર્જરીમાં ડોક્ટર સામે મોટો પડકાર એ હતો કે છ નિષ્ફળ સર્જરી પછી તેમનો હિપ જોઇન્ટ ખસી ગયો હતો અને દર્દીનો પગ 3 સે.મી. ટૂંકો થઈ ગયો હતો. જેથી લંગડાતા અને પગ ટૂંકાવીને ચાલતા, ટૂંકમાં તેમની હિલચાલ ગંભીર રીતે નિયંત્રિત થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...