તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:હિમાચલ પ્રદેશની બોગસ કંપનીએ ફેવિમેક્સ નામની નકલી દવાનું વેચાણ કર્યું, ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દવાઓ અમદાવાદ સહિત રાજ્યમાં જુદી જુદી પેઢીઓને પહોંચાડવામાં આવી હતી

કોરોના કાળમાં અનેક પ્રકારની નકલી દવાઓનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશની મેક્સ રીલિફ હેલ્થકેર નામની બોગસ કંપનીએ નકલી ફેવિમેક્સ-200 અને 400નું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરીને ગંભીર ગુનાહિત કાવતરૂ કરવા બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કંપની વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

દવા રાજ્યમાં જુદી જુદી પેઢીઓને પહોંચાડવામાં આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ફેવિમેક્સ-200 અને 400 નામની દવા કોરોના કાળમાં દર્દીઓને આપવામાં આવતી હતી. આ દવા હિમાચલ પ્રદેશની મેક્સ રીલિફ હેલ્થકેર નામની કંપની દ્વારા ઉત્પાદન કરીને અમદાવાદ સહિત રાજ્યમાં જુદી જુદી પેઢીઓને પહોંચાડવામાં આવી હતી. આ દવાઓ બનાવટી હોવાનું અને તેનું વેચાણ અમદાવાદ તથા ગુજરાતના અનેક શહેરોમાં થયું હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ધ્યાને આવ્યું હતું. આ વિભાગ દ્વારા આર્મેડ ફોર્મ્યુલેશન પ્રા.લી.ના ડાયરેક્ટરની પૂછપરછ કરતાં તેઓએ હિમાચલ પ્રદેશની મેક્સ રીલિફ હેલ્થકેર પેઢી પાસેથી અવારનવાર ઉપરોક્ત દવાઓનો જથ્થો ખરીદીને વેચાણ કર્યું હોવાનું જણાવ્યું હતું.

તંત્રએ તપાસ કરતાં નકલી દવાઓનો જથ્થો મળ્યો
28 જૂનના રોજ આર્મેડ ફોર્મ્યૂલેશન પ્રા.લી. ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ વિભાગ-2ની કચેરીના અધિકારી દ્વારા તપાસ કરતાં સદર પેઢી ખાતે ફેવિમેક્સ 200ની દવાનો 153x10ની ટેબલેટનો જથ્થો મળ્યો હતો. વિભાગે દવાનુ પૃથ્થકરણ સરકારી પૃથ્થ્કાર વડોદરા ખાતે કરાવતા આ દવામાાં મુખ્ય ઘટક તત્વની હાજરી ન હોવાનુ એટલે કે તે દવા સંપૂર્ણ પણે બનાવટી હોવાનુ જાહેર થયેલ છે. સદર દવાના લેબલ પર ઉત્પાદક તરીકે મેક્સ રીલીફ હેલ્થકેર, અજી, સોલન, હીમાચલ પ્રદેશનુ નામ છાપેલ હોય. જે ઉત્પાદક પેઢી અગે ખોરાક અને ઔષધ વિભાગ તરફથી માહિતી મેળવતાં તેવી કોઈ પેઢી અસ્તિત્વમાં ના હોવાની માહિતી મળી હતી. જેથી ક્રાઈમ બ્રાંચે આ કંપની વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફેવિપિરાવિર વગર ફેવિમેક્સ 200-400 બનાવતો
સુદીપ મુખરજિએ બોગસ કંપની તથા ખોટા સર્ટિફિકેટ, પ્રોડક્શન પરમિશન હુ કોમ્પ્લાયન્સ સર્ટિફિકેટ વગેરે બનાવ્યા હતા. કોરોનાની સારવારમાં મુખ્ય ઘટક ફેવિપિરાવીર વગર ફેવિમેક્સ 200-400 એમજીની બનાવટી દવા બનાવતો હતો. દવાનું વેચાણ અમદાવાદની પેઢી મારફતે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...