સુનાવણી:નર્મદામાં 2016માં થયેલા ડબલ મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપવાની અરજી હાઇકોર્ટે ફગાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઇલ તસવીર
  • સુખમતીબેન વસાવા નામની નર્સના માતા-પિતાની હત્યા કેસમાં યોગ્ય તપાસ ન થઈ હોવાનો આક્ષેપ

નર્મદામાં થયેલા વર્ષ 2016માં થયેલા ડબલ મર્ડર કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી સાથે હાઇકોર્ટમાં થયેલી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે. નર્મદાની સુખમતીબેન વસાવા નામની એક નર્સના માતા-પિતાની હત્યાના કેસની તપાસ પોલીસે યોગ્ય રીતે નહીં કરવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ કેસની તપાસ સી.આઈ.ડી ક્રાઇમને સોંપાઈ હતી.

હત્યામાં કેન્દ્રીયમંત્રી મનસુખ વસાવાની સંડોવણીનો આક્ષેપ હતો
અરજદારે આ કેસમાં જે તે સમયે કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. જેથી તપાસ યોગ્ય રીતે થઈ ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અરજદારે પોતાની અરજીમાં આક્ષેપ લગાવ્યો હતો કે નર્મદામાં નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવાની તેમની ઈચ્છા હતી.

CBIને તપાસ સોંપવાથી હાઇકોર્ટનો ઈનકાર
જોકે જે તે સમયે કેન્દ્રીય મંત્રી રહેલા મનસુખ વસાવાએ આ ઈન્સ્ટીટયૂટ ના ખુલે તે માટે પ્રયત્નો કર્યા હતા, જે મુદ્દે અદાવત રાખીને પોતાના માતા-પિતાની હત્યા કરાવી દીધી હોવાનો પણ અરજદારનો આક્ષેપ હતો. જોકે કેસની તપાસના અહેવાલો જોયા બાદ હાઇકોર્ટે CBI ક્રાઈમને તપાસ સોંપવાની અરજીને ફગાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...