વિકલ્પ પસંદગી કેમ્પ:શિક્ષકોની તરફેણમાં હાઇકોર્ટેનો વચગાળાનો હુકમ, 'ટેટ-2ની પરીક્ષા પાસ કર્યાનું દબાણ રાખ્યા વિના શિક્ષકોને કેમ્પમાં ભાગ લેવા દેવામાં આવે'

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 6-8માં શિક્ષક તરીકે વિકલ્પ પસંદગી કેમ્પમાં છૂટછાટ આપવા દેવામાં આવે: HC

રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં વિકલ્પો બદલીનો મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. કેટલાક શિક્ષકોએ બદલી કેમ્પમાં ભાગ લેવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં રજૂઆત કરાઈ છે કે, ધોરણ 6-8માં શિક્ષક તરીકે વિકલ્પો પસંદ કરવા માટે તેમની પાસે શૈક્ષણિક લાયકાતનો છે. પરંતુ ટેટ-2નું સર્ટિફિકેટ નથી, જેથી તેમને પસંદગી મુજબ ધોરણ 6-8માં શિક્ષક તરીકે વિકલ્પ પસંદગી કેમ્પમાં છૂટછાટ આપવા દેવામાં આવે. જેને લઇને ગુજરાત હાઈકોર્ટે શિક્ષકોની તરફેણમાં વચગાળાનો હુકમ આપતાં પસંદગી કેમ્પમાં ભાગ લેવા માટે પરવાનગી આપવા હુકમ કર્યો છે.

ધો.1થી8 માટે વિકલ્પ પસંદગી કેમ્પની જાહેરાત
શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં જ શિક્ષકો માટે ધોરણ 1થી 5 તથા 6થી 8 ધોરણ વિકલ્પ પસંદગી માટેના કેમ્પની જાહેરાત કરી છે જોકે એવા કેટલાક શિક્ષકો છે કે જેવો હવે 1થી 5માં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેમની પાસે પૂરતી લાયકાત પણ છે. પરંતુ તેમની પાસે ટેટ-2 પરીક્ષા સર્ટીફીકેટ નથી જેના કારણે તેમને 6-8ના શિક્ષક તરીકે વિકલ્પ પસંદગી કેમ્પથી વંચિત રાખવામાં આવી રહ્યા છે આ શિક્ષકોએ કોર્ટ સમક્ષ તર્ક રજૂ કર્યો કે વર્ષ 2017થી રાજ્યમાં ટેટ-2ની પરીક્ષા જ નથી યોજાઈ, તેવાં તેઓ કેવી રીતે ટેટ-2 સર્ટિફિકેટ મેળવે! એટલે કે જ્યારે પરીક્ષા જ ન લેવાઇ હોય તો બદલાયેલા નિયમમાં એ પાસ કર્યું હોવાની શરત કેમ રખાઈ?' અરજદાર શિક્ષકોની રજુઆતને ધ્યાને લેતા હાઇકોર્ટે વચગાળાનો હુકમ કર્યો છે અને શિક્ષકોને મોટી રાહત આપતા ટેટ-2ની પરીક્ષા પાસ કર્યાનુ દબાણ રાખ્યા વિના શીક્ષકોને કેમ્પમા ભાગ લેવા દેવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...