તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:હાઈકોર્ટમાં ફાસ્ટેગ મામલે થયેલી જાહેરહિતની અરજી પાછી ખેંચાઇ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ અરજી સામે હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી

ડ્રાઇવર પાસે ફાસ્ટેગનું આઇડી ન હોવાથી બમણો ચાર્જ વસૂલાતો હોવાના મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી. હાઇકોર્ટે અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટરના બદલે નાગરિકે અરજી કરતા હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, સમગ્ર બાબતમાં તમે કોઇ પણ રીતે અસરગ્રસ્ત નથી. કોઇની પ્રેરણાથી તમે અરજી કરી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

ફાસ્ટેગ મામલે થયેલી જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ચેકપોસ્ટ પર જ્યારે કારચાલક પાસે ફાસ્ટેગનું સ્ટિકર ન હોય ત્યારે તેની પાસેથી બમણો ચાર્જ વસૂલવામાં આવે છે. ઉપરાંત આધારકાર્ડને બેન્ક ખાતા સાથે લિંક કરવાથી લોકોની પ્રાઇવસીનો ભંગ થાય છે. કેટલાય લોકોના ખાતામાંથી બમણો ચાર્જ ઓટોમેટિક ડેબિટ થાય છે. આ નિયમો અયોગ્ય અને અન્યાયી છે તે રદ થવા પાત્ર છે.

હાઇકોર્ટે આ અરજી સામે નારાજગી દર્શાવી હતી અને ટકોર કરી હતી કે, આ સમગ્ર ઘટનામાં તમે કોઇ પણ રીતે અસરગ્રસ્ત નથી. અને કોઇ ટ્રાન્સપોર્ટરોએ પણ આ અંગે અરજી કરી નથી. તમે કોના કહેવાથી અરજી કરી છે? હાઈકોર્ટ સખત નારાજગી દર્શાવતા અરજદારે અરજી પરત ખેંચી હતી.

અન્ય સમાચારો પણ છે...