સાબરમતી નદી પ્રદૂષણના મામલે ગુજરાત હાઈકોર્ટે લેખિતમાં હુકમ કર્યો છે. આદેશ કરતાં કોર્ટે નોંધ્યું છે કે હાઇકોર્ટ તરફથી વર્લ્ડ બેંકને અપીલ કરાઈ છે કે ફડિંગની પ્રક્રિયાને ઝડપી બનાવે. જેથી અમદાવાદ કોર્પોરેશનના વાસણા ખાતેના 375 MLDનું નવું સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ વિકસાવી શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વાસણા સ્થિત સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન માટે વર્લ્ડ બેંક આર્થિક સહયોગ માટે તૈયારી દર્શાવી છે ત્યારે હાઈકોર્ટે વર્લ્ડ બેંકને ઉદ્દેશી આ વિનંતી કરી છે.
હાલ વાસણા STP પ્લાન્ટ 126 MLDની ક્ષમતા ધરાવે છે. વર્લ્ડ બેંકની મદદથી કોર્પોરેશન ઝડપથી તેની ક્ષમતા વધારે તો પ્રદૂષણની સમસ્યા દૂર કરવામાં મહત્વનું સાબિતી થઈ શકે. સાથે જ કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી નદીમાં દુષિત પાણી છોડતી વ્યક્તિ-સોસાયટીઓને શોધી, કાયદેસરની કાર્યવાહી કરવા પણ કહ્યું છે. કોર્ટના આદેશમાં એ પણ નોંધ્યું છે કે, AMC અને GPCBએ ક્ષમતામાં વધારો, જેથી નિરીક્ષણ કામગીરી યોગ્ય રીતે થઇ શકે.
આ હુકમની અન્ય મહત્વપૂર્ણ બાબત એ છે કે, હાઇકોર્ટે GPCBને ગુજરાત એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ(GEMI)ની મદદ લઇ ગાંધીનગરથી લઇને ખંભાતની ખાડી સુધી જતી સાબરમતીના ગ્રાઉન્ડવોટરનો અભ્યાસ કરીને 3 માસમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.