ન્યાય અપાવવા માટે કવાયત:પોક્સો કેસમાં સગીરાને હાજર કરવાનો ખર્ચ હાઈકોર્ટ ચૂકવશે, છોટાઉદેપુરની સગીરા પર તાંત્રિકે દુષ્કર્મ ગુજાર્યું હતું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • ટ્રાયલ કોર્ટે ફટકારેલી સજા રદ કરવા તાંત્રિકે HCમાં અરજી કરી હતી

છોટાઉદેપુરની 16 વર્ષની સગીરાને 32 વર્ષના યુવક સાથે માત્ર મંદિરમાં જઈને હાર પહેરાવીને મોકલી દેવાતા અને બાળક ન થતા તાંત્રિક પાસે લઈ જતા તાંત્રિકે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ કેસમાં તાંત્રિક સામે પોક્સોની ફરિયાદ કરવામાં આવી છે. ટ્રાયલ કોર્ટે 2019માં તાંત્રિક સામે પોક્સોના ગુનામાં 10 વર્ષની સજા ફટકારી હતી, જેની સામે હાઈકોર્ટમાં સજા સસ્પેન્ડ કરવા અપીલ કરાઈ હતી. આ અપીલની સાથે જામીન અરજી પણ કરાઈ હતી, જેમાં જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે, કોર્ટે સગીરાને જેતપુરથી લાવવા ભાડું આપવાનું કહીને બુધવારે રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે.

છોટા ઉદેપુરમાં 16 વર્ષની સગીરાના તેના માસીએ એક 32 વર્ષના યુવક સાથે મંદિરમાં માત્ર હાર પહેરાવીને લગ્ન કરાવી દીધા હતા. આ રીતે તેને યુવક સાથે મોકલી દીધી હતી. ત્યાર બાદ સગીરાને લગ્નના 4 મહિનામાં જ બાળક ન થતું હોવાનું કહીને ભૂવા પાસે લઈ જવામાં આવી હતી, જ્યાં ભૂવાએ તેની સાથે દુષ્કર્મ કર્યંુ હતું. આ કેસમાં ભૂવાએ હાઈકોર્ટમાં પોતાની સજા રદ કરવા અરજી કરી છે.

સગીરા ડર્યા વગર કોર્ટ સમક્ષ આવીને જુબાની આપે તે માટે કોર્ટે રૂબરૂ બોલાવી
સગીરા સાથે ખરેખર શું થયું છે? તે અંગે ખરેખર સાચી હકીકત જાણવા માટે કોર્ટે તેને આવવા-જવાનું ભાડું આપીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે. કોર્ટે એડવોકેટને એવી ટકોર કરી છે કે, સગીરાને કોર્ટનો ડર ન લાગે અને અને કોઈના દબાણ વગર જુબાની આપે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...