ફાયર સેફ્ટી અંગે સુનાવણી:5 વખત સરકારને ખખડાવનાર હાઈકોર્ટે કહ્યું, ‘SVPમાં સદનસીબે જાનહાનિ ન થઈ, લાગે છે સરકારે યોગ્ય દિશામાં કામ કર્યું છે’

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર સેફ્ટી અંગે જૂન મહિનામાં વધુ સુનાવણી હાથ ધરાશે
  • ફાયરસેફ્ટી મુદ્દે અત્યાર સુધીમાં 36 સુનાવણી થઈ, BU-ફાયરસેફ્ટી વિનાની બિલ્ડિંગો સામે હવે ફોજદારી કાર્યવાહી કરો : કોર્ટ

રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી અંગેની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયધીશની ખંડપીઠે હાલમાં જ SVP હોસ્પિટલમાં બનેલ આગની ઘટનાની પણ નોંધ લીધી હતી.સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ અરવિંદકુમારે હાલમાં જ SVP હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ફાયર સેફટી અંગે થયેલી જાહેરહિતની અરજી અંગે વેકેશન બાદ એટલે કે જૂનના બીજા સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામા આવશે.

ચીફ જસ્ટીસે SVP હોસ્પિટલમાં આગની ઘટનાને યાદ કરી
આજે આ અંગે સુનાવણી માટે કોલ આઉટ થઈ ત્યારે ચીફ જસ્ટિસે અમલવારી અંગે શુ ડેવલપમેન્ટ છે તે અંગે સવાલ કર્યો હતો. SVP હોસ્પિટલમાં આગની ઘટનાને યાદ કરી હતી. જે અંગે એડવોકેટ જનરલે કહ્યું હતું કે માત્ર 10 મિનિટમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધા હતી. આ ઉપરાંત તેમણે એવું પણ નિવેદન કર્યું હતું કે જે ઇમારતોને ધારાધોરણો પ્રમાણે નિયમિત કરી બિલ્ડીંગ યુઝ પરમિશન આપી શકાશે એમને નોટિસ આપી અને બી.યુ. મેળવી લેવા તંત્ર જાણ કરશે. ફાયર સેફટી એન.ઓ.સી અને બી.યુ. વિનાની ઇમારતો સામે કાર્યવાહી કરાઈ રહી છે.

હાઈકોર્ટે મ્યનિ. કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી
અગાઉની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે ગાંધીનગર, વડોદરા, જામનગર, ભાવનગર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે, 'અધિકારીઓની બેદરકારીના કારણે લોકો હેરાન થવું પડે તે નહીં ચલાવી લેવાય. હાઈકોર્ટે ફાયર સેફટી વિનાની સરકારી શાળા અને કોલેજ અંગેની વિગતો રજૂ કરવા માટે રાજ્ય સરકારને કહ્યું હતું. જો ફાયર અને બીયુ પરમિશનની અમલવારી ન કરતા એકમો સામે ક્રિમિનલ કેસ દાખલ કરવા માટે પણ કોર્ટે કહ્યું હતું.

ફાયર NOC મુદ્દે હાઈકોર્ટે અગાઉ કરેલી ટકોર
5 એપ્રિલ 2022 -
ફાયરસેફ્ટી, બીયુનું પાલન ન કરનારી સ્કૂલ-હોસ્પિટલો સામે ફોજદારી કરો
જાહેર હિતની રિટમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી કે, ફાયરસેફ્ટી-બીયુ અંગે નોટિસનો જવાબ ન આપનાર સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.

26 ફેબ્રુઆરી 2022 - ફાયરસેફ્ટીનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરો
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસો.ને નિર્દેશ આપતાં કહ્યું કે, ફાયરસેફ્ટીનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરો.

16 ફેબ્રુઆરી 2022 - રાજ્યમાં ફાયર એનઓસી વગર ચાલતી હોસ્પિટલો માત્ર ઓપીડી જ ચાલુ રાખી શકશે. ફાયરસેફ્ટી એનઓસીના અસરકારક અમલીકરણ માટે હાઈકોર્ટે નગરપાલિકા વિસ્તારોની ફાયર એનઓસી વગરની 71 હોસ્પિટલને માત્ર ઓપીડી સેવા ચાલુ રાખવા જ નિર્દેશ આપ્યો હતો.

25 મે 2021 - કોર્પોરેશને કહ્યું, ફાયર NOC વિનાની હોસ્પિટલમાં દર્દીને દાખલ કેમ કર્યા?
હોસ્પિટલમાં આગની ઘટનાઓ બાદ સુનાવણી મામલે સવાલો કર્યા કે, ફાયર એનઓસી ના હોય તેવી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કેમ કર્યા?

30 જાન્યુુઆરી 2021 - હોસ્પિટલો ફાયર NOC નહીં લે તો નવા દર્દી દાખલ નહીં કરી શકે
કોર્પોરેશનને નોટિસ આપ્યા પછીય 151 હોસ્પિટલે ફાયર એનઓસી લીધી ન હતી જે બાબતે કોર્ટે નવા દર્દીઓ દાખલ ન કરવા ટકોર કરી હતી.

પાલિકામાં BU મુદ્દે શું સમસ્યા છે?
સરકારે 156 નગરપાલિકામાં બીયુ પરમિશન મામલે કામગીરી શરૂ કરી દેવાઇ હોવાની રજૂઆત કરી હતી. કોર્પોરેશનોમાં જે રીતે બી.યુ વગરના બિલ્ડિંગ હોલ્ડરો સામે પગલાં લેવાય છે તે રીતે નગરપાલિકાઓમાં પગલાં લઇ શકાય તેમ નથી. બન્ને બિલ્ડિંગ વચ્ચેના માર્જીન અને તેના નિયમો માટે સરકાર પ્રારભિંક તબક્કામાં મેળવેલા ડેટા પર કામગીરી કરી રહી છે.

પાલિકામાં BU મુદ્દે શું સમસ્યા છે?
સરકારે 156 નગરપાલિકામાં બીયુ પરમિશન મામલે કામગીરી શરૂ કરી દેવાઇ હોવાની રજૂઆત કરી હતી. કોર્પોરેશનોમાં જે રીતે બી.યુ વગરના બિલ્ડિંગ હોલ્ડરો સામે પગલાં લેવાય છે તે રીતે નગરપાલિકાઓમાં પગલાં લઇ શકાય તેમ નથી. બન્ને બિલ્ડિંગ વચ્ચેના માર્જીન અને તેના નિયમો માટે સરકાર પ્રારભિંક તબક્કામાં મેળવેલા ડેટા પર કામગીરી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...