એડવોકેટ સામે ફરિયાદ:​​​​​​​હાઇકોર્ટના ડેઝીગ્નેટેડ સિનિયર એડવોકેટ I.H સૈયદની ફરિયાદ રદ કરવાની અરજી હાઈકોર્ટે ફગાવી

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડવોકેટ પર વેપારીને એગ્રીમેન્ટ ઉપર સહી કરવા માટે ધમકાવવાનો આરોપ લાગ્યો હતો

હાઇકોર્ટના ડેઝીગ્નેટેડ સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એડવોકેટ સામે થયેલી ફરિયાદ રદ કરવામાં કરેલ અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે પ્રથમદર્શીએ અવલોકન કર્યું છે કે, આ કેસની હકીકતો અને તથ્યોના આધારે કેસ બને છે, જેથી ફરિયાદ રદ કરવાની અરજી ફગાવી દીધી છે.

બળજબરી અને મારામારીનો આરોપ
ગુજરાત હાઇકોર્ટના સિનીયર ડેસિગ્નેટેડ એડવોકેટ આઇ.એચ.સૈયદ સામે થયેલ ફરિયાદ રદ કરાવવા માટે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સિનિયર એડવોકેટ સામે થલતેજના એક વેપારીને વિવાદ ઉકેલવા માટે બોલાવીને એગ્રીમેન્ટ ઉપર સહી કરવા માટે ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. જે બાબતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વિહારમાં થયેલા કથિત મારામારીનાં બનાવમાં ફરિયાદ થઈ હતી. ફરિયાદમાં શંકરસિંહ વાઘેલાના પીએ ભૌમિક ઠક્કર, હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદ સહિતના લોકો સામે બળજબરી અને મારામારીનો આરોપ લાગ્યો હતો.

7 જૂને આગોતરા જામીન બાબતે સુનાવણી
મહત્વપૂર્ણ બાબત એ છે કે, આઈ.એચ સૈયદની આગોતરા જામીન અરજીમાં પણ હાલના તબક્કે ધરપકડ સામે કોર્ટે રક્ષણ નથી આપ્યું. જોકે હવે તેમની આગોતરા જામીન અરજી અંગે 7 જૂનના રોજ આગોતરા જામીન બાબતે સુનાવણી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...