તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવાનો માર્ગ મોકળો બન્યો, જમીન સંપાદનને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી

અમદાવાદએક મહિનો પહેલા
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • મુન્દ્રા તાલુકાના 22 જેટલા ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી મળી શકશે

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના છાસરા ગામમાં નર્મદા કેનાલ માટે વર્ષ 2013માં થયેલા જમીન સંપાદન સામે થયેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ ઉપરાંત, હાઈકોર્ટ ત્રણ અરજદારોને અલગ-અલગ રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સ્ટે હટાવતા કેનાલ બનવા માટેનો રસ્તો ખુલ્લો થયો છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની કેનાલની અધૂરી લિંક હવે ઝડપથી પૂર્ણ કરાશે.

હાઇકોર્ટે જમીન સંપાદન પર મનાઈ હુકમ હટાવતા મુન્દ્રા તાલુકાના 22 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી મળી શકશે. કેનાલ બનતા 32 હજાર હેક્ટર જમીનને નર્મદાના નીરથી સિંચાઈનો લાભ મળશે. આ જમીન સંપાદનના વિરોધમાં 3 અરજીઓ હાઇકોર્ટમાં થઈ હતી, જે તમામને ફગાવી દેવામાં આવી છે.

કેસની વિગત જોઈએ તો, જમીન સંપાદનના કાયદા મુજબ, મુન્દ્રા તાલુકાના છાસરા ગામમાં 21 લોકોની જમીન સંપાદનની પ્રક્રિયા થઈ હતી. જેમાં 18 લોકોએ વળતર સ્વીકાર્યું હતુ. જ્યારે ત્રણ લોકોએ આ જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો.