તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલા અનામતના રોટેશનનો નિયમ પ્રમાણે અમલ ન થયો હોવાની ફરિયાદ કરતી પિટિશનો હાઇકોર્ટે ફગાવી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • પાટણ અને તાપીની બેઠકો છેલ્લાં 20 વર્ષથી મહિલા માટે જ અનામત રાખી ચૂંટણી પંચે નિયમભંગ કર્યો છે: અરજદાર

ગુજરાતામાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કેટલીક જિલ્લા પંચાયતોની બેઠકોમાં મહિલા અનામતના રોટેશનનો નિયમ પ્રમાણે અમલ ન થયો હોવાની ફરિયાદ કરતી પિટિશનો ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. આ બેઠકો છેલ્લાં 20 વર્ષથી કે ત્રણ ટર્મથી મહિલાઓ માટે જ અનામત હોવાથી પુરૃષ ઉમેદવારોને તક ન મળતી હોવાની રજૂઆત કરાઇ હતી. હાઇકોર્ટે નોંધ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા શરૃ થઇ ચૂકી હોવાથી કોર્ટે આ મુદ્દે હસ્તક્ષેપ કરવા માગતી નથી.
ચિમેર બેઠક છેલ્લાં 20 વર્ષથી અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે અનામત છે
તાપી જિલ્લા પંચાયતમાં આવતી ચિમેર બેઠકના એક મતદારની પિટિશન હતી કે ચિમેર બેઠક છેલ્લાં 20 વર્ષથી અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે અનામત છે. વીસ વર્ષથી અહીં રોટેશન કરાયું નથી અને આ બેઠક અનુસૂચિત જનજાતિના પુરૃષ અને મહિલા બન્ને ઉમેદવારો માટે જાહેર કરાઇ નથી. તાપી જિલ્લા પંચાયતની બોરડા બેઠક પણ છેલ્લી ત્રણ ટર્મથી મહિલા ઉમેદવાર માટે અનામત છે. પાટણ અને ગાંધીનગર જિલ્લાની કેટલીક બેઠકોમાં પણ આવી જ પરિસ્થિતિ હોવાથી વિવિધ પિટિશનો દ્વારા રજૂઆત કરાઇ હતી કે આ બેઠકો પરથી લડવાની પુરૃષોને પણ તક મળવી જોઇએ અને રોટેશનનો યોગ્ય રીતે અમલ થવો જોઇએ.
પિટિશનોના વિરોધમાં રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરાઇ હતી
આ પિટિશનોના વિરોધમાં રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરાઇ હતી કે બંધારણના અનુચ્છેદ 243-ઓ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા શરૃ થયા બાદ કોર્ટ ચૂંટણીની બાબતોમાં હસ્તક્ષેપ કરી શકે નહીં અને અરજદારો પણ આવી રીતે રિટ કરી શકે નહીં. અરજદારો ઇચ્છે તો પરિણામ જાહેર થયા બાદ આ મુદ્દે ઇલેક્શન પિટિશન કરી શકે છે. જો કે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી તેમજ અ ત્યારે કોર્ટ કોઇ આદેશો આપે તો પ્રક્રિયા પર ઘેરી અસર થવાની સંભાવના હોવાથી તમામ પિટિશનો ફગાવવામાં આવી છે.
હાઇકોર્ટને ચૂંટણી પ્રક્રિયાની ન્યાયિક સમીક્ષાનો અધિકાર છે જઃ કોર્ટની સરકારને ટકોર
રાજ્ય સરકાર અને ચૂંટણી પંચે એમ કહી પિટિશનોનો વિરોધ કર્યો હતો કે બંધારણીના અનુચ્છેદ ૨૪૩-ઓ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા શરૃ થયા બાદ કોર્ટ ચૂંટણીની બાબતોમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. તેથી હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે ચૂંટણીની બાબતોમાં ચૂંટણી પ્રક્રિયા શરૃ થયા બાદ હસ્તક્ષેપ ન કરવાનો કોર્ટોની સ્વનિર્ધારિત મર્યાદા છે. બંધારણના અનુચ્છેદ ૨૪૩-ઓનો મતબલ એવો જરાય નથી કે ચૂંટણી પ્રક્રિયાની ન્યાયિક સમીક્ષાનો અધિકાર સંસદે બંધારણીય કોર્ટો પાસેથી લઇ લીધો છે. ચૂંટણીને અસરકર્તા કાયદાઓ અને જોગવાઇઓની બંધારણીયતાના પડકારવામાં આવે ત્યારે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પાસે બહોળી સત્તા છે કે તે આ ન્યાયિક સમીક્ષા કરે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો