તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારમાં ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે ધારાસભ્ય છોટુ વસાવાની અરજી હાઈકોર્ટે ફગાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • વર્ષ 2016માં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે 2021માં એરજી કેમ કરી? હાઇકોર્ટ
  • આ જાહેરહિતની અરજી સારા હેતુથી કરવામાં આવી નથી: હાઇકોર્ટ

શૂલપાણેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારમાં લાગુ કરાયેલા ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે ધારાસભ્ય છોટુ વસાવાએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેને હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું કે, આ જાહેરહિતની અરજી સારા હેતુથી કરવામાં આવી નથી.

2016માં ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે 2021માં અરજી કેમ?
કોર્ટે વધુમાં કહ્યું હતું કે, કોઈ ખેડૂત કે સ્થાનિક તકલીફ હોય તો કાયદાકીય માર્ગે આગળ વધે. વર્ષ 2016માં ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે 2021માં એરજી કેમ કરી? કોઈને તકલીફ પડતી હશે તો તે અરજી કરશે, આમાં પબ્લિક ઈન્ટરસ્ટ ક્યાં છે? ધારાસભ્યને આમાં તકલીફ પડી અને કઈ રીતે?

ત્યારે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકાર તરફથી દલીલ કરાઈ હતી કે, આ અરજી ખોટી રીતે કરાઈ છે, ત્યાંના હજારો ગામોમાં ખેતીની છૂટ છે. બાકી અમુક એક્ટિવિટી ઇકોસેન્સિટિવ ઝોનના કારણે બંધ કરવામાં આવી છે.