તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:LLBની પરીક્ષાના નિર્ણયમાં દખલ દેવા હાઇકોર્ટનો ઈન્કાર, ઓફલાઈન પરીક્ષાનો નિર્ણય પડકારાયો હતો

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી અથવા બાર કાઉન્સિલ નિર્ણય લેશે

એલએલબીની પરીક્ષા ઓફલાઇન લેવાના યુનિવર્સિટીના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારાયો હતો.જાહેરહિતની અરજીમાં ઓફલાઇન પરીક્ષા રદ કરવા દાદ માગવામાં આવી હતી પણ હાઇકોર્ટે દખલ દેવા ઈન્કાર કર્યો છે.

ચીફ જસ્ટિસની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે એલએલબીની પરીક્ષા ઓફલાઇન કે ઓનલાઇન લેવા અંગેનો નિર્ણય યુનિવર્સિટી અથવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા લેશે. એલએલબીની પરીક્ષાઓ ઓફલાઇન લેવાના યુનિવર્સિટીના નિર્ણયને પડકારતી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે, કોરોનાના ડરથી એક તરફ સરકાર સ્કૂલો અને કોલેજીસની પરીક્ષાઓ રદ કરી રહી છે તો બીજી તરફ લોની પરીક્ષાઓ ઓફલાઇન લેવાનો નિર્ણય લેવાઇ રહ્યો છે.

વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવે છે. જો લો ફેકલ્ટીની પરીક્ષા લેવી હોય તો વિદ્યાર્થીઓને બંને ડોઝ આપવા દાદ માગી છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા હોવાથી તમામ શૈક્ષણિક કાર્ય ઓનલાઇન ચાલતું હોય ત્યારે લોની પરીક્ષા માટે ભેદભાવ શા માટે રાખવામાં આવે છે? ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે સુનાવણી દરમિયાન આ નિર્ણયમાં વચ્ચે દખલ નહીં કરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...