આદેશ:હાઈકોર્ટે CAPFની ભરતીમાં મેડિકલ રિપોર્ટ મંજુર નહીં કરવાનો આદેશ રદ કરી ફરીથી અરજદારની મેડિકલ તપાસ કરવા હૂકમ કર્યો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • અરજદારના યુરિન સેમ્પલમાંથી બ્લડ સેલ મળી આવતાં ડિસ્ક્વોલિફાય કરાયો હતો

સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સમાં(CAPF) કોન્સ્ટેબલની ભરતીમાં મેડિકલમાં અનફિટ જાહેર કરેલ અરજદારની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટ હુકમ કર્યો છે. ભરતી પ્રક્રિયામાં લેખિત અને શારીરિક કસોટી સફળતાપૂર્વક પાર કરી હતી, જોકે ડિટેઇલ મેડિકલ એક્ઝામિનેશનમાં અરજદારના યુરીન સેમ્પલમાંથી બ્લડ સેલ મળી આવ્યા હતા, જેના આધારે તેને ડિસ્ક્વોલોફાઈ કરવામાં આવ્યો હતો. તેની સામે રીવ્યુ મેડિકલ કરવા અરજી કરી હતી, પરંતુ તેનો પણ અસ્વીકાર કરવામાં આવતાં અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જરૂરિયાત અને લાયકાત પ્રમાણે અરજદાર ફિટ હતા
અરજદારે નિયમ પ્રમાણે રીવ્યુ મેડીકલ માટે સિવિલ હોસ્પિટલમાંથી એમ.ડી ડોક્ટરનું સર્ટિફિકેટ પણ જોડયું હતું. જેમાં જરૂરિયાત અને લાયકાત પ્રમાણે અરજદાર ફિટ હતા, તેના યુરિન સેમ્પલમાંથી પણ બ્લડ સેલ મળ્યા ન હતા. આ સર્ટિફિકેટને રીવ્યુ મેડિકલ કરવાની અરજી સાથે જોડયું હતું. સાથે જ જેતે સમયે ડીટેઇલ મેડિકલ એક્ઝામિનેશન વખતે ક્ષતિ રહી ગઈ હોય, તેમ પણ નોંધ્યું હતું. તેમ છતાં તેની રિવ્યુ મેડિકલ અરજી સ્વીકાર કરવામાં આવી ન હતી. અને નામંજૂર કરવાનું નવું કારણ તેને પથરી હોવાનું જણાવી ડિસ્ક્વોલોફાઈ હોવાનું જણાવ્યું હતું.

અરજદારનો મેડિકલ અનફિટ હોવાનો આદેશ રદ કર્યો
આ બાબતે અરજદારના વકીલ વશિષ્ઠ જોશીએ જણાવ્યું કે 'કોર્ટે ભરતી સંદર્ભે ગાંધીનગર CRPF- DIGના અરજદારનો મેડિકલ અનફિટ હોવાનો આદેશ રદ કરી, રીવ્યુ મેડિકલ કરવા માટે આદેશ કર્યો છે. સાથે ભરતીના નિયમોમુ પાલન કરવા આદેશ કરતા જો અરજદાર ફિટ હોય તો તેની નિમણૂક કરવા આદેશ કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે CRPFનો રીવ્યુ મેડિકલ રિજેક્ટ કરવાનો નિર્ણય અયોગ્ય હતો, સાથે જ સરકારી હોસ્પિટલના ડોકટરના સર્ટિફિકેટને માન્ય રાખી તેમને રીવ્યુ મેડિકલ કરવું જોઈતું.

અન્ય સમાચારો પણ છે...