સુનાવણી:ગઢડા ગોપીનાથજી મંદિરના એસ.પી સ્વામી અને ઘનશ્યામ સ્વામીને તડીપાર કરવાનો નિર્ણય હાઇકોર્ટે રદ કર્યો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • બંને સંતોને બે વર્ષ માટે 6 જિલ્લામાંથી તડીપાર કરાયા હતા
  • બોટાદ જિલ્લા પ્રશાસન તરફથી સત્તા વિહોણા નિર્ણય લેવામાં આવ્યા: કોર્ટ

ગઢડા ગોપીનાથજી મંદિરના સંત એસ.પી સ્વામી અને ઘનશ્યામ સ્વામીને જિલ્લા બહાર તડીપાર કરવાનો જિલ્લા પ્રશાસનનો હુકમ હાઇકોર્ટે કર્યો રદ છે. માર્ચ મહિનામાં આ બંને સંતો સામે તડીપાર હુકમ કરવામાં આવ્યો હતો. જેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટે પોતાના ઓર્ડરમાં નોંધ્યું છે કે, બોટાદ જિલ્લા પ્રશાસન તરફથી સત્તા વિહોણા નિર્ણય લેવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસના દબાણમાં આવીને સંતો સામે કાર્યવાહી કરવામાં કરવામાં આવી હતી.

રૂપાણી સરકાર સામે કિન્નાખોરી રાખવાનો આરોપ
આ મામલે સંત એસ.પી સ્વામીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર સામે પણ કેટલાક સવાલો કરી કિન્નાખોરીનો આરોપ લગાવ્યો. તેમને કહ્યું કે, ખોટી રીતે ગઢડા મંદિરની ચૂંટણી કરવામાં આવી અને સત્તા હાંસલ કરવામાં આવી હતી. જેની સામે સવાલો ઉઠાવતા બંને સંતોને જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા હતા.

નવા મંત્રીમંડળ પાસે ન્યાયની આશ
એસ.પી સ્વામીએ જણાવ્યું કે, ગુજરાત ધાર્મિક ભૂમિ છે અને આ ભૂમિ પર સાધુ સંતને તડીપાર કરાયા તે દુઃખની વાત છે. તેમને એમ પણ કહ્યું કે, બૂટલેટર હોય તેને તડીપાર કરાય, દારૂના અડ્ડા ચાલે છે તેમને પણ પોલીસે પકડવા જોઈએ. આ ઉપરાંત તેઓ નવી સરકાર અને નવા મંત્રીમંડળ પાસે ન્યાયની આશા રાખે છે.

બે વર્ષ માટે બંને સંતોને તડીપાર કરાયા હતા
નોંધનીય છે કે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામી સામે બે વર્ષ માટે 6 જિલ્લા માંથી તડીપાર કરવાનો હુકમ સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો હતો. બંનેને બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને અમદાવાદ જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યા હતા.