સરપ્રાઈઝ ચેકિંગ:હાઈકોર્ટ પરિસરની ચીફ જસ્ટિસ અરવિંદકુમારે ઓચિંતી વિઝિટ લીધી, કોર્ટ સ્ટાફ અને સુરક્ષા વિભાગ એલર્ટ બન્યું

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • કોવિડના કેસને જોતા હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓને આવતાં અઠવાડિયે વેક્સિનનો 'પ્રિકોશન' ડોઝ અપાશે
  • બુધવારે કોરોનાની SOP છતાં કોર્ટરૂમમાં સરકારી અધિકારી હાજર રહેતા ચીફ જસ્ટિસે ટકોર કરી હતી

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારે હાઈકોર્ટ પરિસરની સરપ્રાઈઝ વિઝિટ લીધી. કોર્ટમાં લાગૂ કરાયેલી સ્ટાર્ન્ડ પ્રોસેસિંગ પ્રોસેસ(એસ.ઓ.પી. )ના પાલનની સમીક્ષા કરી છે. હાઇકોર્ટના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ્સ સહિતની જગ્યાઓએ થતાં ચેકિંગ અને સ્કેનિંગની તેમણે સમીક્ષા કરી હતી. જસ્ટિસની સરપ્રાઈઝ વિઝિટથી કોર્ટ સ્ટાફ સહિત સુરક્ષા વિભાગ એલર્ટ બન્યો છે.

હાઈકોર્ટે બે સરકારી અધિકારીઓની હાજરીની નોંધ લીધી હતી
ગઈકાલે ગુજરાત હાઇકોર્ટમાં કોરોના અંગેની SOP છતાં પણ કોર્ટરૂમમાં સરકારી અધિકારી હાજર રહેતા ચીફ જસ્ટિસે ટકોર કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં મુખ્ય કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠના ધ્યાને આવ્યું હતું, બે સરકારી અધિકારીની હાજરીની નોંધ લેતા, તે અધિકારી કોણ છે તે અંગે માહિતી મેળવી હતી.

અધિકારીઓ કોર્ટમાં શા માટે બાલાવ્યા તેવો હાઈકોર્ટે સવાલ કર્યો હતો
સરપ્રાઈઝ ચેકિંગ બાદ ચીફ જસ્ટિસે સરકારી વકીલને ટકોર કરી કે, સરકારી અધિકારીઓને કોર્ટમાં શા માટે બોલાવ્યા? આ અધિકરીઓને ઘણી જગ્યાએ પ્રવાસ કરવાનું થતું હોય છે, તેવામાં સંક્રમણ ન ફેલાય તે માટે નિયંત્રણ લાદવામાં આવ્યા હોવાનું પણ કહ્યું હતું

હાઈકોર્ટના તમામ ન્યાયમૂર્તિઓને પ્રિકોશન ડોઝ અપાશે
સાથે જ હાલ વધી રહેલા કોવિડના કેસને જોતા હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓને વેક્સિનનો 'પ્રિકોશન' ડોઝ અપાશે. આગામી અઠવાડિયે વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાની પ્રક્રિયા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...