તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:BU પરમિશન અને ફાયર NOC નહીં લેનારી તમામ હોસ્પિટલ સામે બે અઠવાડિયા બાદ કડક પગલાં લેવા હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીલ ખોલવાની 44 હોસ્પિટલની અરજી ફગાવતાં કોર્ટ નોંધ્યું કે, અરજી કરનારી એકપણ હોસ્પિટલ પાસે ફાયર NOC કે બીયુ નથી

અમદાવાદ મેડિકલ એસોસિએશન અને 44 હોસ્પિટલે સીલ ખોલવા માટે કરેલી અરજી હાઇકોર્ટે ફગાવી છે. જસ્ટિસ બેલાબેન ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ ત્રિવેદીની બેન્ચે અમદાવાદ મ્યુનિ.ને આદેશ આપ્યો છે કે, બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગરની હોસ્પિટલો સામે બે સપ્તાહ બાદ કડક પગલાં લો. આ બે સપ્તાહ દરમિયાન 44 હોસ્પિટલમાં દાખલ દર્દીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા કોર્ટે સમય આપ્યો છે.

બેન્ચે ચુકાદામાં ટાંક્યું હતું કે, હાઇકોર્ટ સમક્ષ આવેલી એકપણ હોસ્પિટલ પાસે બીયુ કે ફાયર એનઓસી નથી તેમ છતાં સીલ ખોલવા કરેલી અરજી સ્વીકારી શકાય નહીં. હોસ્પિટલોએ દલીલ કરી હતી કે, તેમની હોસ્પિટલ જે બિલ્ડિંગમાં છે તેના બિલ્ડરે ફાયર એનઓસી ન મેળવી હોવાથી અમારે ભોગવવું પડે છે. આ સંદર્ભમાં હાઇકોર્ટે ટકોર કરી હતી કે કોઈપણ પ્રકારની બહાનાબાજી અજ્ઞાન છતું કરે છે. હોસ્પિટલ ખરીદતાં પહેલાં બીયુ અને ફાયર એનઓસી છે કે નહીં તે જોવાની જવાબદારી હોસ્પિટલની છે. મ્યુનિ.એ રજૂઆત કરી હતી કે, કેટલીક હોસ્પિટલ રહેણાંક સોસાયટીમાં બની ગઈ છે. હેતુ ફેર થવાથી એનઓસી આપી શકાય નહીં.

3 નોટિસ-અખબારોમાં જાહેરાત છતાં હોસ્પિટલો ફાયર NOC લેતી નથી
કોર્પોરેશને એવી દલીલ કરી હતી કે, છેલ્લાં 3 માસથી અમે 3-3 વખત નોટિસ આપી છે, અખબારોમાં પણ તે અંગેની જાહેરાતો કરી છે છતાં હોસ્પિટલોએ એનઓસી કઢાવવા તસ્દી લીધી નથી. હોસ્પિટલોને ક્યાં તકલીફ પડે છે તે અંગે સત્તાધીશોએ તેમને સાંભળવા સમય આપ્યો હતો. તેમ છતાં હોસ્પિટલોએ નોટિસને ગંભીરતાથી લીધી નથી.

10 વર્ષથી તક આપી, દર્દીઓના નામે સહાનુભૂતિ મેળવી લાભ લેવાની વૃત્તિ છોડી દો : હાઇકોર્ટ
હાઇકોર્ટે ટકોર કરી કે, કાયમ દર્દીઓના નામે સહાનુભૂતિ મેળવવાની વૃત્તિ છોડી દો. તમને 10 વર્ષથી કોર્ટે અને કોર્પોરેશને અનેક વખત બીયુ અને એનઓસી મેળવવાની તક આપી છે. તેમ છતાં તમે તસ્દી લીધી નથી. જાન્યુઆરીમાં ફરીથી કોર્પોરેશને નોટિસ આપીને એનઓસી માટે છેલ્લી તક આપી હતી. તેમ છતાં તમે દર્દીઓના હિતમાં એનઓસી કઢાવી? નિયમો પાળ્યા વિના દર્દીઓને મોતના મુખમાં મુકો છો.

હજારો હોસ્પિટલ પાસે ફાયર NOC નથી તો માત્ર અમારી હોસ્પિટલો જ સીલ કરાયાની દલીલ
હોસ્પિટલો તરફથી એડવોકેટે એવી દલીલ કરી હતી કે, બીયુ અને એનઓસી વિનાની હજારો હોસ્પિટલો છે. તો માત્ર અમારી હોસ્પિટલોને જ કેમ સીલ કરી છે? કોર્પોરેશન ભેદભાવ અને અન્યાય કરી રહ્યું છે. કોર્પોરેશને નોટિસ પછી સમય આપ્યો નથી.

આ કારણે હોસ્પિટલો BU-NOC લેતી નથી
સંખ્યાબંધ હોસ્પિટલો રહેણાંક સોસાયટીમાં ચાલે છે. જીડીસીઆર પ્રમાણે આવી હોસ્પિટલને મંજૂરી ન મળે. માટે આવી હોસ્પિટલો બીયુ પરમિશન લેતી નથી. હોસ્પિટલ માટે ફાયર એનઓસી ફરજિયાત છે. પરંતુ નાની હોસ્પિટલો આ એનઓસી લેતી નથી અને ફાયર સેફ્ટીના સાધનો પણ વસાવતી નથી. જેના કારણે આગ જેવી દુર્ઘટના સર્જાય છે. આ ઉપરાંત હોસ્પિટલો ફાયર એનઓસી રિન્યુ કરાવવામાં પણ બેદરકારી રાખે છે.

આ 44 હોસ્પિટલની અરજી ફગાવાઈ

ડોક્ટરહોસ્પિટલનું નામવિસ્તાર
દેવલ પરીખજગમોહનનવરંગપુરા
મહેશ ગુપ્તાપુષ્યમસાબરમતી
બંકીમચંદ્ર શાહશ્રવણ ENTમણિનગર
હીરેન શાહશૈશવ ચિલ્ડ્રનમણિનગર
ગૌરાંગ શાહસૌમ્ય ચિલ્ડ્રનઆંબાવાડી
નિલાંગ સોનીચિરંજીવી ચિલ્ડ્રનઈસનપુર
કિરણ શાહસહયોગ ચિલ્ડ્રનનારણપુરા
જ્વલંત મોદીમોદીઘાટલોડિયા
મિતેષ ક્કકડનીઓ ચિલ્ડ્રનનારણપુરા
દિલીપ અમેટાસાગરજીવરાજપાર્ક
શીતલ ઝાલોરિયારાઘવ મેટરનિટીચાંદલોડિયા
જયા શર્માપૂનમ મલ્ટિ સ્પે.કોતરપુર
હર્ષદ પટેલક્રિષ્નાનવા વાડજ
મીહિર મહેતાઋગ્વેદ ઓર્થોપેડિકવાસણા
બીમલ ગોસ્વામીશિવમ સર્જિકલવેજલપુર
રેનુ અસનાનીઆશા મેટરનિટીસરદારનગર
જિજ્ઞેશ શાહકિરણ સર્જિકલવાસણા
કમલેશ પટેલકામધેનુ સર્જિકલચાંદલોડિયા
હિરેન પટેલઅનંત ઓર્થોપેડિકએલિસબ્રિજ
વિષ્ણુપ્રસાદ સહિતાનવજીવનવાસણા
આનંદ દેસાઈસૌમ્ય મેટરનિટીસેટેલાઈટ
મિહિર મહેતાઆશવી ઈએનટીબોડકદેવ
જિતેન્દ્ર પટેલઈસનપુર ચિલ્ડ્રનઈસનપુર
જ્યોત્સના દેસાઈદેસાઈ મેટરનિટીવાસણા
યક્ષત શાહઅનેરી ઓર્થોપેડિકનારણપુરા
હેનિલ શાહશાંતિવનમેઘાણીનગર
દિનેશ મોઢવિધિ ડાયગ્નોસ્ટિકઅખબારનગર
ગોવિંદ પુરોહિતખેતેશ્વર મેડિકલઉસ્માનપુરા
દિદાર કાપડીયામાહિનજુહાપુરા
વિનોદ અરોરાદિનેશ મેટરનિટીસાબરમતી
જિતેન્દ્ર જેઠવાશ્રદ્ધા ચિલ્ડ્રનઈસનપુર
અમર પટેલલિટલ ફ્લાવરમણિનગર
અંજુ શાહઅમી-સાગર પ્રસૂતિગૃહનવા વાડજ
ટિવંકલકુમાર શાહમનીષ આઈવાસણા
બિરેન નાયકપ્રથમઘાટલોડિયા
રાજન પટેલખુશી વુમન્સઘાટલોડિયા
રૂપેશ શાહકિલ્લોલ ચિલ્ડ્રનજીવરાજ પાર્ક
શ્યામલ પાઢજતન ચિલ્ડ્રનવાસણા
નીલેશ શાહમમતા મેટરનિટીસરખેજ
નીલેશ પટેલજૈની સર્જિકલરાણીપ
દીપકકુમાર પટેલગાયત્રીનવા વાડજ
ચંદ્રભૂષણસિંગકૃણાલ મેડિકલહાટકેશ્વર
પુલિન શાહશિલ્પસરખેજ
અપૂર્વ સંઘવીભૂલકાં ચિલ્ડ્રનસરખેજ

બીયુ પરમિશન નહીં ધરાવતી વધુ 24 બિલ્ડિંગના 445 એકમ સીલ
શહેરમાં બી.યુ. પરમિશનના વિવાદમાં વધુ 24 બિલ્ડિંગના 445 એકમોને સીલ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 259, ઉ.પશ્ચિમ ઝોનમાં 21, દ.પશ્ચિમ ઝોનમાં 27, મધ્ય ઝોનમાં 104, ઉત્તર ઝોનમાં 1, પૂર્વ ઝોનમાં 29 અને દક્ષિણ ઝોનમાં 4 યુનિટનો સમાવેશ થાય છે.જેમાં 24 જેટલા રહેણાંકના મકાનોનો પણ સમાવેશ થાય છે. શહેરમાં છેલ્લા 4 દિવસમાં 1010 દુકાનો-ઓફિસ- ક્લાસીસ, 507 હોટલના રૂમ, 48 રેસ્ટોરન્ટ, 23 સ્કૂલના 383 રૂમ તથા 1 ઇન્ડસ્ટ્રીયલ થઇ કુલ 1952 યુનિટ સીલ કરાયા છે.

આ એકમ સામે કાર્યવાહી

એકમોયુનિટ
ભાવિક વિદ્યાલય, ચાંદલોડિયા17
કીડઝી પ્રિ સ્કૂલ, ગોતા4
હોટલ શ્રીમદ, જોધપુર27
હિમાંશુ હાયર સેકન્ડરી, રાણીપ 24
કિડ્ઝી, રાણીપ3
મારુતિ કોમ્પ્લેક્સ, રાણીપ55
ગીતા સ્કૂલ, રાણીપ22
ન્યુ વિદ્યા વિહાર સ્કૂલ, નવા વાડજ34
ગણેશ કન્યા વિદ્યાલય, વાડજ19
નિમા વિદ્યાલય, વાડજ25
લક્ષ્મી વિદ્યાલય, નવાવાડજ15
એન્જલ સ્કૂલ, નવા વાડજ22
નવ સર્જન સ્કૂલ, રાણીપ40
નિસત રેસ્ટોરાં, જમાલપુર2
હોટેલ ગ્રાન્ડ એમ્બીઅન્સ, જમાલપુર56
હોટેલ આશિયાના, ખાડિયા32
હોટેલ મયૂર, ખાડિયા14
પાવર ફિટનેશન, સરસપુર1
નવરચના સ્કૂલ, રામોલ23
શ્રી માતંગી સ્કૂલ, ગેરતપુર6
કાકા ભાજીપાંવ, ઓઢવ1
શાંતિ ભાજીપાવ, ઓઢવ1
મહાવીર સ્કૂલ, ઇસનપુર1
ફૂડેરા રેસ્ટોરાં, ઘોડાસર1

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...