આદેશ:હાઇકોર્ટે સંજીવ ભટ્ટ સામે NDPS કેસની ઓનલાઇન સુનાવણી ન કરવા સેશન્સ કોર્ટને આદેશ કર્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ IPS સંજીવ ભટ્ટ- ફાઇલ તસવીર. - Divya Bhaskar
પૂર્વ IPS સંજીવ ભટ્ટ- ફાઇલ તસવીર.

રાજ્યના પૂર્વ IPS સંજીવ ભટ્ટે પાલનપુર સેશન્સ કોર્ટમાં કેસની ઓનલાઇન સુનાવણી ન કરવા ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજીને હાઇકોર્ટે માન્ય રાખી છે. ગુજરાત હાઇકોર્ટે પાલનપુર સેશન્સ કોર્ટને ઓનલાઇન સુનાવણી ન કરવા આદેશ કર્યો છે. સંજીવ ભટ્ટે કેસની સુનાવણી ઓફલાઇન ન થાય ત્યાં સુધી રોક લગાવવા કરી અરજી કરી હતી. અરજીમાં રજુઆત હતી કે કેસને લગતા દસ્તાવેજી પુરાવા ઓનલાઇન રજૂ કરવા નથી. 1998ના NDPSના ખોટા કેસમાં કરવા મામલે પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામે ગુનો નોંધાયો છે.

શું છે કેસ
સંજીવ ભટ્ટે 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ મુક્યુ હતું. દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો કારસો ઘડાયો હતો. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી. 7 ડિસેમ્બરે પાલનપુર કોર્ટે જામીન રદ કર્યા હતા. સંજીવ ભટ્ટે આ કેસમાં હાઈકોર્ટમાં રિવિઝનલ અરજી કરી હતી. જેને પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...