તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:નવજાતને ફાળી ખાવા મામલે હાઇકોર્ટેનો એસપીને રિપોર્ટ આપવા આદેશ, જેલમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે જાહેરહિતની અરજી

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
 • અરજદારે કેસની તપાસ યોગ્ય રીતે ન થઈ હોવાનો હાઇકોર્ટમાં દાવો કર્યો
 • મોટી ઉંમરના કેદીઓને ટેમ્પરરી બેલ પર છોડવા માટે રજૂઆત કરવામાં આવી

ગોધરાની સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકને કૂતરાંએ ફાડી ખાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટે ગોધરા એસપીને આ મામલે રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. અરજદારે આ મામલે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે આ કેસની તપાસ યોગ્ય રીતે ન થઈ હોવાનો દાવો કર્યો છે. ગોધરાની સિવિલ હોસ્પિટલમાં બખ્ખર ગામની એક મહિલાએ જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાંથી એકને કૂતરાંએ ફાડી ખાધો હતો. હાઇકોર્ટે આ મામલે કહ્યું છે કે, રખડતા કૂતરાંને કારણે નવજાત બાળકોના જીવ જાય તે યોગ્ય ગણી શકાય નહીં.
કોરોના સામે જેલમાં યોગ્ય પગલાં લેવા માગ
કોરોનાની મહામારી વચ્ચે જેલમાં કોરોના ના પહોંચે તે માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ મામલે આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. જેલમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર પાસે યોગ્ય પગલાં લેવાની માગ કરી છે. આ ઉપરાંત કાચા અને પાકા કામના કેદીઓ જો મોટી ઉંમરના હોય તો તેમને ટેમ્પરરી બેલ પર છોડવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ સિવાય જો કોઇ કેદી ગંભીર બીમારીથી પીડાતો હોય તો તેની માટે પણ યોગ્ય પગલાં લેવા માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો