તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:એક જ ગુનામાં બે ફરિયાદ મામલે CGSTની તપાસ સામે આગામી આદેશ સુધી કાર્યવાહી નહીં કરવા હાઈકોર્ટનો હૂકમ

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • CGSTએ નોંધેલી ફરિયાદને રદ કરવાની માગ સાથે વેપારીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી

ગુજરાત હાઈકોર્ટે એક જ ગુનામાં બે ફરિયાદના મુદ્દે CGSTની તપાસ સામે આગામી આદેશ સુધી કાર્યવાહી નહીં કરવા હૂકમ કર્યો છે. CGSTએ નોંધેલી ફરિયાદને રદ કરવાની માગ સાથે વેપારીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુરતના વેપારી દ્વારા ખોટી પેઢીઓ બનાવીને બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના એક જ કેસમાં તપાસ એજન્સી SGST અને CGSTએ બે અલગ અલગ ફરિયાદ નોંધી હતી. ત્યારે CGSTએ કરેલી ફરિયાદ સંબંધે તેને નોટિસ પાઠવી હાઈકોર્ટે આગામી આદેશ સુધી કોઈ કાર્યવાહી ન કરવા આદેશ કર્યો છે.

એક ગુન્હામાં બીજી વખત ટ્રાયલનો સામનો કરાવી શકાય નહીં
હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, ફેબ્રુઆરી-2020માં અરજદાર સામે તપાસ એજન્સી SGSTએ ફરિયાદ નોંધેલી છે અને આ કેસમાં તપાસ કરી રહી છે. હવે આ જ ગુન્હામાં CGSTએ ઓગષ્ટ-2020માં અરજદાર સામે ફરિયાદ નોંધેલી છે. એક ગુન્હામાં બીજી ફરિયાદ નોંધીને CGSTએ કાયદાનો દૂરઉપયોગ કર્યો છે. અરજદારને એક ગુન્હામાં બીજી વખત ટ્રાયલનો સામનો કરાવી શકાય નહીં. આ ઉપરાંત, અરજદારની આ ફરિયાદ હેઠળ થયેલી અટકાયત પણ ગેરકાયદેસર છે. આ કેસમાં પહેલાથી જ SGST તપાસ કરી રહી છે, હવે જો CGSTને આ કેસ સંદર્ભે કોઈ વધુ વિગત મળે તો, કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ ના પરિપત્ર મુજબ CGSTએ આ માહિતી SGSTને આપવી જોઈએ, જેથી તે વધુ તપાસ કરી શકે.

CGSTએ અરજદાર સામે ફરિયાદ નોંધીને તેની અટક કરી હતી
જો કે, CGSTએ આમ ન કરીને અરજદાર સામે ફરિયાદ નોંધીને તેની અટક પણ કરી હતી. CGSTને એ વાતની ખબર હતી કે SGST તપાસ કરે છે. SGST અને CGSTએ અલગ અલગ કરેલી ફરિયાદમાં અરજદારને જામીન મળી ચુકેલા છે. SGSTએ કરેલી ફરિયાદ મુજબ 14 ખોટી પેઢીઓ અને CGSTની ફરિયાદ મુજબ વધુ 19 નકલી પેઢીઓ બનાવીને અરજદારે અંદાજે રૂ.12થી15 કરોડની બોગસ ઈન્કમ ટેક્સ ક્રેડિટ મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો