તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:આ મુદ્દે ઝડપી નિર્ણય લેવો જરૂરી, બે અઠવાડિયામાં નકકર નિર્ણય લઈ પ્રોગ્રેસ રિપોર્ટ આપવા સરકારને હાઈકોર્ટનો આદેશ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીમાં કોલેજ ફી મુદ્દે થયેલી અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ કોર્સ માટેની ફી ના મુદ્દે બે કમિટી બનાવી છે. હાઈકોર્ટે આ મુદ્દે સરકારને કહ્યું હતું કે આ મુદ્દે ઝડપી નિર્ણય લેવો જરૂરી છે. બે અઠવાડિયામાં ઠોસ નિર્ણય લઈ પ્રોગ્રેસ રિપોર્ટ આપવા સરકારને આદેશ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી 'કોન્ક્રીટ' નિર્ણય લેવાની કોર્ટને બાંહેધરી આપવામાં આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ફી અંગે રાહતની વાતની ભલામણ પણ કરી છે.

ફીમાં રાહત આપવા અરજી કરાઈ હતી
નોંધનીય છેકે, કોલેજની ફી માં 25 ટકા રાહત અને બાકીની ફી માટે હપ્તા કરી આપવાની માંગ અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. ખાનગી કોલેજો ફી ના ભરી શકવાની સ્થિતિમાં પેનલ્ટી વસૂલતી હોવાની રજુઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થી અને વાલીઓને રાહત મળે એ માટે કોર્ટ જરૂરી નિર્દેશ જારી કરે એવી માંગ પણ અરજીમાં કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.

સ્કૂલ ફી મામલે સુનાવણી ટળી
ફી ઉઘરાવવા મામલે સ્કૂલ સંચાલકોની મનમાની સામે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ અરજીના જવાબમાં સ્કૂલ સંચાલકોએ ગુરુવારે હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં રજૂઆત કરી હતી કે, વિદ્યાર્થીઓની ફી યથાવત રાખીને FRCએ સ્કૂલોને 5 થી 12 ટકા જે ફી વધારો મંજૂર કર્યો હતો તે વધારો સંચાલકો જતો કરવા તૈયાર છે. સરકારે સંચાલકો સાથે કરેલી બે બેઠકોમાં સંચાલકો સહેજ પણ નમતું જોખવા તૈયાર થયા નથી તેવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. આ મામલે 11 સપ્ટેમ્બર શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ટળી હતી.

અન્ય સમાચારો પણ છે...