કોર્ટે યુવતીને પ્રવેશ આપવા આદેશ કર્યો:યુપીની વિદ્યાર્થિનીને NIDમાં પ્રવેશનો હાઈકોર્ટનો આદેશ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોનાફાઈડ સર્ટિ ન હોવાથી પ્રવેશ રદ કર્યો હતો
  • કોર્ટના આદેશ બાદ મેનેજમેન્ટે ભૂલ સુધારી

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇને ડિઝાઇનિંગના કોર્સમાં ઉત્તરપ્રદેશની યુવતીને પ્રવેશ આપવા ઇન્કાર કર્યો હતો. આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો હતો. તેમાં એવી રજૂઆત કરી હતી કે, તે સિરામિક એન્ડ ગ્લાસ ડિઝાઇનના કોર્સની પ્રવેશ પરીક્ષામાં 97.2 ટકા સાથે મેરિટમાં પ્રથમ ક્રમાંકે આવી હતી. તેમ છતાં તેની પાસે બોનાફાઈડ સર્ટિફિકેટ ન હોવાથી કોલેજના સત્તાધીશોએ તેનો પ્રવેશ રદ કર્યો હતો. કોર્ટે એનઆઈડીને યુવતીને પ્રવેશ આપવા આદેશ કર્યો છે.

ઉત્તરપ્રદેશની ખાનગી યુનિવર્સિટીમાંથી ડિઝાઈનિંગના કોર્સમાં ગ્રેજયુએટ થયેલી યુવતીએ એનઆઇડીમાં માસ્ટર ડીગ્રી કરવા ઉમેદવારી નોંધાવી હતી. મેનેજમેન્ટે તેને હંગામી ધોરણે એડમિશન આપ્યું હતું. યુવતીના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા યુનિવર્સિટીએ તેને બોનાફાઇડ સર્ટિફિકેટ આપવા કહ્યું હતું. પરતું સર્ટિફિકેટ સમયસર નહીં મળતા તેનું એડમિશન રદ કર્યું હતું. હાઈકોર્ટે સત્તાધીશોને ખખડાવતા તેમણે પ્રવેશની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...