તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય:રિક્ષાચાલકોને આત્મનિર્ભર યોજના હેઠળ લાભ આપવા રાજ્ય સરકારને આદેશ, લોકડાઉનને કારણે આર્થિક સ્થિતિ કફોડી બની

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

કોરોના મહામારીને કારણે અનેક ધંધા-રોજગારને અસર પડી હતી. જેની વચ્ચે ગુજરાત હાઇકોર્ટે રાજ્યના રિક્ષા ચાલકોના હિતમાં મહત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને રિક્ષા ડ્રાઇવરોની મદદ માટે પગલાં લેવા કહ્યું હતું અને આત્મનિર્ભર યોજના હેઠળ રિક્ષા ચાલકોને લાભ મળે તે જરૂરી હોવાનું કહ્યું હતું. રાજ્યના રિક્ષા ડ્રાઇવરો માટે સરકાર તરફથી આર્થિક સહાય અંગે રિટ કરાઇ હતી. જેમાં હાઇકોર્ટે હકારાત્મક વલણ અપનાવી સરકારને આ અંગે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

અન્ય રાજ્યમાં સરકારે મદદ કરી
કોરોના મહામારીને કારણે આશરે અઢી મહિના સુધીના લાદવામાં આવેલા લોકડાઉનને કારણે લોકોના ખાસ કરીને રિક્ષા ડ્રાઇવરોની રોજગારી પર ભારે અસર પડી હતી. અનલોક કરાયું હોવા છતાં અને કોરોનાના કેસો વધવાને કારણે લોકોમાં ભયનું વાતાવરણ હોવાથી રિક્ષાચાલકોનો ધંધો સારો ચાલી નથી રહ્યો. રિક્ષા ડ્રાઇવરો રોજેરોજનું કમાવીને પરિવારનું પોષણ કરતા હોવાથી હાલમાં બધા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. જ્યારે રાજધાની દિલ્હી, તમિલનાડુ અને આંધ્ર જેવા રાજ્યોમાં સરકારે રિક્ષા ડ્રાઇવરો માટે આર્થિક સહાય જાહેર કરી છે. ગુજરાત સરકારે પણ આ દિશામાં પગલું લેવું જોઇએ તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.

અગાઉ પીક અપ સ્ટેન્ડ માટે કમિશનરને નોટિસ આપી હતી
અગાઉ ગત વર્ષે ગુજરાત હાઇકોર્ટે રિક્ષા માટે 25000 પીક અપ સ્ટેન્ડની માગણી અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસ કમિશનરને નોટિસ આપી હતી. ઓટો રિક્ષા ડ્રાઇવર્સ યુનિયનના રાજવીર ઉપાધ્યાય દ્વારા અરજી દાખલ કરાઇ હતી. જેમાં શહેરમાં 25000 રિક્ષા માટે પિકઅપ સ્ટેન્ડની વ્યવસ્થા કરવા શહેર સત્તવાળાને આદેશ આપવાની માગ કરાઇ હતી. અરજીમાં કહેવાયું હતું કે, ‘સત્તાધીશો દ્વારા બેવડું વલણ અપનાવાય છે. એટલે કે ફાળવામાં આવેલા રિક્ષા સ્ટેન્ડથી પણ વાહનો ઉપાડી લેવાય છે. તેથી તેમને સુચના આપવામાં આવે.’

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો