હાઈકોર્ટમાં અરજી:દિવ્યાંગ વિદ્યાર્થીઓને 5% અનામતના અમલ મુદ્દે હાઈકોર્ટે GMERSને નોટિસ ફટકારી, પક્ષકાર તરીકે જોડાવા હુકમ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • ગ્રાન્ટ ઇન એઇડ GEMRS સંચાલિત કોલેજ સ્વાયત્ત છે, સરકારનો કોઇ હસ્તક્ષેપ નથી: રાજ્ય સરકાર
  • મેડિકલ અને પેરા મેડિકલ કોર્સમાં 5 ટકા અનામત ન મળતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓએ હાઇકોર્ટમાં દાદ માંગી

મેડિકલ અને પેરામેડિકલ કોર્સના પ્રવેશમાં દિવ્યાંગો માટેની અનામત બેઠકોની ફાળવણી મામલે ગુજરાત હાઇકોર્ટે GMERS એટલે કે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીને પક્ષકાર બનાવવા આદેશ કર્યો છે. જે મામલે ગુરુવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગ્રાન્ટ-ઇન-એડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં અનામતની માગ
દિવ્યાંગો વિદ્યાર્થીઓને ગ્રાન્ટ ઇન એઈડ કોલેજોમાં મેડિકલ અને પેરા મેડિકલ કોર્સમાં મળવા પાત્ર 5 ટકા અનામત ન મળતી હોવાથી ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. સરકારની મેડિકલ કોલેજની જેમ ગ્રાન્ટ-ઇન-એડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પણ અનામત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

સરકારે સોગંદનામું કરી GEMRS સ્વાયત્ત સંસ્થા ગણાવી
આ મામલે રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું હતું કે, ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ એટલે કે GEMRS સંચાલિત કોલેજ સ્વાયત્ત છે, તેમાં સરકારનો કોઇ હસ્તક્ષેપ નથી. ઉપરાંત રાજ્ય સરકારની ગ્રાન્ટ પણ તેને નથી આપવામાં આવતી. જેથી હવે આ મામલે GEMRSના સેક્રેટરીને નોટિસ પાઠવી પક્ષકાર તરીકે જોડાવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

સંસ્થાઓ અનામતની જોગવાઈનું પાલન કરતી નથી
અરજદાર વતી હાજર થયેલા એડવોકેટ કિરણ શાજે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે, ઉચ્ચ શિક્ષણ માટેના એન્જિનિયરિંગ અને અન્ય કોર્સ માટે જ્યારે દિવ્યાંગો માટેની અનામતનો લાભ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં અપાય છે. તો મેડિકલ અને પેરામેડિકલ કોર્સમાં કેમ નહીં? સાથે જ કેટલીક સરકારી કોલેજોને ટ્રસ્ટ હેઠળ જી.એમ.ઇ.આર.એસ. હેઠળ સામેલ કરી દેવામાં આવેલી સંસ્થાઓ રાજ્ય સરકાર પાસે નાણાકીય મદદ મેળવી છે. છતાં પણ અનામતની જોગવાઈનું પાલન નથી કરતી.

અન્ય સમાચારો પણ છે...