તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:કોરોનાની સુઓમોટો PIL પર હાઈકોર્ટમાં સુનાવણી, રાજ્યમાં સતત બીજા દિવસે 13 હજારથી ઓછા કેસ અને 140ના મોત

14 દિવસ પહેલા

નમસ્કાર!
GTU દ્વારા BE સેમેસ્ટર-1 અને રીમિડીયલ તથા BE સેમેસ્ટર-2ની ફાઈનલ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. અમદાવાદમાં આજે 45 વર્ષથી ઉપરની વયના અને ફ્રન્ટલાઈન વોરિયર્સનું વેક્સિનેશન બંધ. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ48,719-63.84
ડોલરરૂ.73.93-0.14

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

----

આ 3 ઘટના પર રહેશે નજર

1) કોરોનાની સુઓમોટો PIL પર ગુજરાત હાઈકોર્ટ ઓનલાઈન સુનાવણી કરશે, ઈન્જેક્શન-ઓક્સિમીટરની કાળાબજારી મુખ્ય મુદ્દો રહેશે. 2) GTU દ્વારા BE સેમેસ્ટર-1 અને રીમિડીયલ તથા BE સેમેસ્ટર-2ની ફાઈનલ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. 3) અમદાવાદમાં આજે 45 વર્ષથી ઉપરની વયના અને ફ્રન્ટલાઈન વોરિયર્સનું વેક્સિનેશન બંધ.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) રાજ્યમાં સતત બીજા દિવસે 13 હજારથી ઓછા કેસ, રિકવર કરતાં માત્ર 821 નવા કેસ વધુ, મોતનો આંકડો ઘટીને 140 થયો

રાજ્યમાં કોરોનાના સતત બીજા દિવસે પણ 13 હજારથી ઓછા કેસ નોંધાયા છે. રિક્વર થયેલા દર્દીઓ કરતાં માત્ર 821નું જ અંતર રહ્યું છે. 2જી મેના રોજ 12820 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 12,820 નવા કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 11,999 રહી છે. તો નવ દિવસ બાદ 150થી ઓછા એટલે કે 140 મોત નોંધાયા છે, અગાઉ 24 એપ્રિલે પહેલીવાર 152 મોત નોંધાયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

2) 5 મે પછી ગુજરાતમાં લોકડાઉન લાગી શકે, શહેરોમાં કોરોનાની ચેન તોડશે, ગામડાના સુપર સ્પ્રેડરને કાબૂમાં કરશે
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્યના 29 શહેરોમાં 5 મે સુધી રાત્રી કર્ફ્યુથી માંડીને અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જ્યારે અદાલતોથી લઈને ગુજરાતના વેપારીઓ, ડોક્ટરો અને સામાન્ય જનતા પણ લોકડાઉનની માંગ કરી રહી છે. આ સંજોગોમાં ગુજરાતમાં કોરોનાની ચેન ઝડપથી તોડવા અને ઉભી થયેલી મેડિકલ ઇમરજન્સી દૂર કરવા 5મે થી એક અઠવાડિયા માટે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન લાદી શકે છે. તેના માટેની ગંભીર વિચારણા પણ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાતમાં સરકારે ટેસ્ટિંગ 30 ટકા ઘટાડી દીધું, 23 એપ્રિલે 1.89 લાખના ટેસ્ટિંગ સામે 2 મેએ 1.37 લાખના જ ટેસ્ટ થયા
ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે, સરકાર દ્વારા ગુજરાતમાં કરતા ટેસ્ટિંગમાં 30 ટકાનો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. 23 એપ્રિલે 1.89 લાખના ટેસ્ટિંગ સામે 2 મેએ 1.37 લાખના જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. આ રીતે સરકાર કેસમાં ઘટાડો કરી શું કરવા ઈચ્છે છે તે અંગે લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, લોકોએ કોરોનાને લઈને સાવચેત રહેવાની જરૂર છે.
વાંચો સમાચાર વિગતવાર

હોસ્પિટલના સારવાર લેતા મૃત્યુ પામેલા દર્દીના સગાનો વીડિયો વાઇરલ થયો
હોસ્પિટલના સારવાર લેતા મૃત્યુ પામેલા દર્દીના સગાનો વીડિયો વાઇરલ થયો

4) 'રૂપાણીના રાજકોટમાં જોઇએ એટલી સુવિધા મળે છે, આદિવાસીઓ વેન્ટિલેટરના અભાવે મરી રહ્યા છે'
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર અને પંખા જેવી સુવિધાઓ મળતી નથી, ત્યારે હોસ્પિટલના સારવાર લેતા મૃત્યુ પામેલા દર્દીના સગાનો એક વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં યુવતી કહે છે કે, આ હોસ્પિટલમાં દર્દીઓ વેન્ટિલેટરના અભાવે મરી રહ્યા છે. વિજય રૂપાણીના રાજકોટમાં જોઇએ એટલી સુવિધા મળે છે. અમદાવાદ સિવિલમાં મળે છે, સુરત સિવિલ હોસ્પિટલમાં મળે છે તો છોટાઉદેપુર જિલ્લામાં કેમ નહીં.
વાંચો સમાચાર વિગતવાર

5) જે 18 વર્ષની દિકરીને પાનેતરમાં સાસરે વળાવવાના કોડ હતા, તેને કોરોના ભરખી જતાં પિતાએ સ્મશાનમાં અગ્નિદાહ દેવો પડ્યો
ભરૂચના કોવિડ સ્મશાનમાં રોજેરોજ અનેક મૃતદેહો આવે છે. પરંતુ આજે કોવિડ સ્મશાન શરૂ કરાયુ ત્યારથી આજદિન સુધીમાં સૌથી નાની વયનો મૃતદેહ આવ્યો હતો. એક 18 વર્ષીય યુવતીનું મૃત્યુ થતાં તેના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો