તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:કોરોના અંગેની સુઓમોટો PIL પર હાઇકોર્ટમાં સુનાવણી, એક દિવસની રાહત બાદ ફરી કોરોનાના કેસમાં ઉછાળો, સતત છઠ્ઠા દિવસે નવા કેસ કરતાં ડિસ્ચાર્જ વધુ

2 મહિનો પહેલા

નમસ્કાર!
અમદાવાદના નિકોલના ડી-માર્ટની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન યોજાશે. અમદાવાદમાં 41થી 43 ડીગ્રી વચ્ચે ગરમી રહી શકે, હવામાન વિભાગની આગાહી. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

આ 3 ઘટના પર રહેશે નજર
1) ગુજરાતમાં કથળેલી કોરોના સંક્રમણની સ્થિતિ અંગેની સુઓમોટો PIL પર હાઈકોર્ટમાં સુનાવણી થશે.
2) અમદાવાદના નિકોલના ડી-માર્ટની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન યોજાશે.
અમદાવાદમાં 41થી 43 ડીગ્રી વચ્ચે ગરમી રહી શકે, એવી હવામાન વિભાગની આગાહી છે.

હવે, જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) એક દિવસની રાહત બાદ ફરી કોરોનાના કેસમાં ઉછાળો, સતત છઠ્ઠા દિવસે નવા કેસ કરતાં સાજા વધુ થયા, 117નાં મોત

કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી, પરંતુ 9 મે બાદ આજે ફરી કેસમાં ઉછાળો આવ્યો છે. જોકે સતત છઠ્ઠા દિવસે નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને રેકોર્ડબ્રેક 14 હજાર 931 લોકોએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 હજાર 592 નવા કેસ નોંધાયા છે અને 117 દર્દીનાં મોત થયાં છે. આમ, એક દિવસની રાહત બાદ આજે ફરી નવા કેસમાં વધારો થયો છે. 9 મેના રોજ 11084 કેસ આવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

2) જેણે વેક્સિન લીધી હશે તેમના જીવ બચી જશે, બ્લડ ક્લોટિંગને કારણે કોરોના બાદ હાર્ટ-અટેકના કેસ વધે છેઃ ડો.તેજસ પટેલ
કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે કોર કમિટી અને કોવિડ ટાસ્કફોર્સ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કોવિડ ટાસ્કફોર્સ દ્વારા મીડિયાને સંબોધન કરવામાં આવ્યું હતું. ડો.તેજસ પટેલે જણાવ્યું કે જેણે વેક્સિન લીધી હશે તેમના જીવ બચી જશે, બ્લડ ક્લોટિંગ વધી રહ્યું હોવાથી કોરોના બાદ હાર્ટ-અટેકના કેસ વધી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) કોરોના ગુજરાતમાં 2 લાખ લોકોને ભરખી ગયો, સરકાર આંકડા છુપાવવાનું પાપ કરે છે: કોંગ્રેસનો સણસણતો આક્ષેપ
રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે, પરંતુ ગામડાંમાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાથી થઈ રહેલાં મોતના આંકડાઓ સાચા ન બતાવાતા હોવાના ઘણા આક્ષેપો થઈ ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપો કરતાં કહ્યું હતું કે સરકારના અણઘડ વહીવટને કારણે રાજ્યમાં ભય અને અંધાધૂંધીનો માહોલ છે, આખા રાજ્યમાં 2 લાખ જેટલા લોકોનાં મોત થયાં છે.
વાંચો સમાચાર વિગતવાર

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

4) રાજસ્થાનમાં 14 દિવસના લોકડાઉનને પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર સીલ, એસ.ટી. બસોના પ્રવેશ પર પણ પ્રતિબંધ
સમગ્ર દેશમાં કોરોના મહામારી બેકાબૂ બની રહી છે. એનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારો હવે સંપૂર્ણ લોકડાઉન તરફ આગળ વધી રહી છે. એવામાં રાજસ્થાનમાં પણ કોરોનાની મહામારીના કેસમાં સતત વધોરો નોંધાઇ રહ્યો છે. જેથી રાજસ્થાન સરકારે સમગ્ર રાજ્યમાં 14 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે, જેને પગલે આજે 10મી મેથી 24મી મે સુધી રાજસ્થાન તથા ગુજરાતની બોર્ડર સંપૂર્ણ પણે સીલ કરી દેવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) હોસ્પિટલમાં ફ્કત 2%ને ઓક્સિજન અને 5%ને જ રેમડેસિવિરની જરૂર, પણ ભારતીયોમાં પેનિકની ખરાબ ટેવ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલમાં ફક્ત 2 ટકાને જ ઓક્સિજન અને 5 ટકાને જ રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર છે, પરંતુ પેનિકની ભારતીયોમાં ખૂબ જ ખરાબ ટેવ છે. હાલની કોરોના મહામારીમાં એ જ પેનિક સૌથી ભયાનક પરિણામ લાવે છે. આપણી માનસિકતા બદલવી ખૂબ જ જરૂરી છે. પેનિકને કારણે દર્દીની હાલત વધુ બગડતી હોવાનું જાણવા મળ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...