ન્યાય મળ્યો:નિવૃત્ત રોજમદારની બાકીની નીકળતી રકમ ચૂકવવા મામલે હાઇકોર્ટમાં સુનાવણી, સરકારી વકીલે કહ્યું 10 દિવસમાં નાણાં મળી જશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આવેલા પગાર અને પેન્શન ચૂકવવાના કિસ્સામાં અગાઉના હાઇકોર્ટના ચીફ જસ્ટિસે આ બાબતની ગંભીર નોંધ લેતા પગાર અને પેન્શન ચૂકવણી બાબતમાં ગંભીરતા ન દાખવવા બદલ અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની ટકોર કરી હતી. જે બાદ સિંચાઈ વિભાગના અધિકારીઓ હાઇકોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા અને ભૂલ દાખવનાર અધિકારી સામે ખાતાકીય તપાસ કરવાની ખાતરી આપી છે.

કર્મચારીને મળેલા નાણાંમાં રિકવરી કાઢી હતી
અરજદારે વર્ષ 1976માં ભાવનગરમાં સિંચાઈ વિભાગમાં રોજમદાર તરીકે કામ શરૂ કર્યું હતું. જે બાદ વર્ષ વર્ષ 1988ના ઠરાવ પ્રમાણે નોકરીના મળવા પાત્ર લાભ મળ્યા હતા. વર્ષ 2013માં અરજદાર નિવૃત્ત થયા હતા. અગાઉ વિભાગે આ કર્મચારી ને 1991થી કાયમી કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ તે જ વર્ષે પોતાના નિર્ણયથી ફરી જઈને વિભાગે અરજદારને 1981થી કાયમી કરવાનો નિર્ણય લીધો હતો. જે સમય દરમિયાન આ કર્મચારીને નાણાં મળ્યા તેમાંથી રિકવરી કાઢી હતી.

હાઇકોર્ટનો તરફેણમાં ચુકાદો છતાં નાણાં ચૂકવ્યા નહીં
રિકવરી આ બાબતે અરજદારે ગુજરાત હાઈ કોર્ટ અરજી કરી હતી. જેને લઇને હાઇકોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને બાકી નીકળતાં નાણાં આપવા આદેશ કર્યો હતો. જોકે તેમ ન થતા અરજદારે કોર્ટના તિરસ્કારની અરજી દાખલ કરી હતી.

સરકારી વકીલની ખાતાકીય તપાસની ખાતરી
આ મામલે સિંચાઈ વિભાગ તરફથી હાજર થયેલા વકીલને કોર્ટે ટકોર કરતા ભૂલ કરનાર અધિકારી સામે પગલાં લેવા કહી કહ્યું હતું કે, વિભાગના અધિકારીઓ કોર્ટ તથા વકીલને ખોટી વિગતો આપીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જે બાદ આજે(17 નવેમ્બર,2021) કોર્ટ હાજર થયેલા મુખ્ય સરકારી વકીલે વિભાગના અધિકારી સામે ખાતાકીય તપાસ કરવાની વાત કહી, 10 દિવસમાં અરજદારને બાકી નીકળતી રકમ ચૂકવી દેવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...