પોક્સો એક્ટ હેઠળના ગુનામાં નોંધાયેલી ફરિયાદ બાબતે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા હુકમ કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે, 'યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દેવો એ તેને રીઢા પ્રકારના ગુનેગાર બનાવવાની દિશામાં પહેલું પગલું હશે, યુવકને જેલમાં મોકલાશે ત્યારે તેને એક સારો અને કાયદાને વરેલી વ્યક્તિ બનાવવાના પ્રયત્ન નિષ્ફળ ગણાશે'.
પ્રસ્તુત કેસમાં અરજદાર યુવક સામે અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઇ હતી. જે બાબતે ગુજરાત હાઈકોર્ટેમાં તેની જામીન અરજી કરવામાં આવી હતી. અરજદારે રજુઆત કરી હતી કે, 'તેનો જન્મ 2003માં થયો છે, જ્યારે તેની સામે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લાગ્યો ત્યારે તે સગીર વયનો હતો. અરજદાર અને પીડિતા વચ્ચે મિત્રતા પણ બંધાઈ હતી. જે અંગે પરિવારને બંનેના સબંધ વિશે જાણ થતા તેની સામે ફરિયાદ નોંધાઇ હતી. ઉપરાંત અરજદાર યુવક પર ભૂતકાળમાં કોઈ ફરિયાદ નથી નોંધાઇ, જેથી તેને જામીન આપવામાં આવે'.
જે બાબતે ગુજરાત હાઈકોર્ટે આરોપી યુવકને જામીન આપવાનો હુકમ કરતા કેટલીક મહત્વપૂર્ણ બાબતો નોંધી છે. જેમાં કોર્ટે અવલોકન કર્યું છે કે, 'યુવકને જેલમાં મોકલવો એ રીઢા ગુનેગાર બનાવવાની દિશામાં પહેલું પગલું હશે. યુવકને જેલમાં મોકલાશે ત્યારે તેને એક સારો અને કાયદાને વરેલી વ્યક્તિ બનાવવાના પ્રયત્ન નિષ્ફળ ગણાશે'. જેથી કોર્ટે અરજદારને 10 હજારના પર્સનલ બોન્ડ અને સ્યોરિટી પર જામીન આપવાનો હુકમ કર્યો છે.
આ કિસ્સામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર મહિલાની 15 વર્ષની પુત્રી સાથે જાન્યુઆરી મહિનામાં અરજદાર યુવક સાથે વાત કરતાં પકડાઈ ગઇ હતી. અવાર નવાર તે બંનેની સાથે મુલાકાત થતી. ઉપરાંત નરોડા વિસ્તારમાં એક ખુલ્લા મેદાનમાં યુવકે ફરિયાદી મહિલાની પુત્રી સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. જોકે મહત્વપૂર્ણ બાબત એ છે કે આરોપી યુવકે ફરિયાદીની પુત્રીને લગ્ન કરવાનો વાયદો પણ કર્યો હતો. આરોપી યુવકે તેને ધાક ધમકી પણ આપતો હતો. જે બાબતની જાણ માતાને તથા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.