તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઇકોર્ટનો નિર્ણય:માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન સિવાયની રાજ્યની તમામ અદાલતોમાં 7મી જૂનથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થશે

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • કોરોનાના કેસ ઘટતા જિલ્લા અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય
  • માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતી અદાલતોમાં ઓનલાઈન સુનાવણી ચાલુ રહેશે.

છેલ્લા ત્રણ મહિનાથી ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનો કહેર વર્તાયો હતો. કેસોમાં વધારો થતાં લોકો ત્રાહીમામ પોકારી ગયાં હતાં. આ સમયે હાઈકાર્ટે રાજ્ય સરકારને કર્ફ્યૂ લાદવા માટે નિર્દેષ કર્યો હતો. કોર્ટની કામગીરીને લઈને હાઈકોર્ટ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ આગામી 7મી જૂનથી રાજ્યના તમામ જિલ્લાઓની અદાલકોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતી અદાલતો વીડિયો કોન્ફરન્સથી ચાલશે.

7મી જૂનથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી
ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરમાં ચાર મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં તમામ જિલ્લાઓની કોર્ટમાં 7મી જૂનથી ઓફલાઈન સુનાવણી શરૂ કરાશે. જેનો કામકાજનો સમય સવારે 10.45થી સાંજેના 6.10 કલાક સુધીનો રહેશે. માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતી અદાલતોમાં ઓનલાઈન સુનાવણી ચાલુ રહેશે. તમામ અદાલતોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કોરોનાને લગતી તમામ ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે. કોર્ટ પરિસરમાં એન્ટ્રી માટે એક જ ગેટ એક જ રહેશે. જ્યારે મુખ્ય ન્યાયિક અધિકારી માટે એકથી વધુ એન્ટ્રી કે એક્ઝિટ ગેટ રહેશે.

ઓફલાઇન હિયરિંગ શરુ કરવા માંગ કરાઈ હતી
અગાઉ ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશનના જનરલ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં છેલ્લા એક વર્ષથી કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી ન થતાં એસોસિએશનના એડવોકેટ્સ અને તેમને સંલગ્ન સ્ટાફ ઉપર આર્થિક બોજો પડી રહ્યો છે. હવે જ્યારે કોરોનાની અસર ઓછી વર્તાઈ રહી છે. ત્યારે કોર્ટમાં પણ પ્રત્યક્ષ સુનવણી SOP સાથે શરૂ થવી જોઈએ. જો નામદાર કોર્ટમાં પ્રત્યક્ષ સુનવણી શરૂ થાય તો કોર્ટ દ્વારા બહાર પાડેલી નિર્દેશિકાનો સૌ કોઈ પાલન કરશે.

મેટ્રો કોર્ટમાં ચીફ જજ સહિત 2 જજ સંક્રમિત થયા હતા
કોરોના કાળમાં તાજેતરમાં જ અમદાવાદની મેટ્રો કોર્ટમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા હતા. ઘી કાંટા મેટ્રો કોર્ટના CJM એ.વાય. દવે સહિત બે જજ અને સ્ટાફ પોઝિટિવ આવ્યા હતા. કુલ 15 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવતાં કોર્ટમાં હાહાકાર મચ્યો હતો. રાજ્યની અન્ય નીચલી કોર્ટમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા બંધ રાખવાની ફરજ પડી હતી, ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પણ નીચલી કોર્ટ બંધ રાખવામાં આવે અને ઓનલાઇન સુનાવણી થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી

મેગા લોક અદાલત મોકૂફ રખાઈ
નીચલી કોર્ટોમાં કોરોનાના કેસ વધતા 10 એપ્રિલના રોજ રાજ્યની કોર્ટોમાં યોજાનારી મેગા લોક અદાલત પણ મોકૂફ રખાઈ હતી. કોરોનાની અસર ન્યાયતંત્ર પર વર્તાઇ છે. જેથી રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા લોક અદાલત મોકૂફ રાખવાની ફરજ પડી હતી.