તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રહાર:કોંગ્રેસે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના ચુકાદા મામલે ભાજપ પર નિશાન સાધ્યું, કાવાદાવા-ગેરરીતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • માત્ર સત્તા મેળવવા હથકંડાઓથી ભાજપનો અનૈતિકતાનો ચેહરો ખુલ્લો પડી ગયોઃ પરેશ ધાનાણી
 • ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ્દ થવાથી આખરે જીત લોકો અને સત્યની થઈઃ રાજીવ સાતવ
 • ભાજપનાં કાવાદાવા અને ગેરરીતી ગુજરાતના લોકો સમક્ષ આવી ગયાઃ શક્તિસિંહ ગોહિલ

ગુજરાત રાજ્યના કાયદામંત્રી– શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠકની જીતને ગેરલાયક ઠેરવી ગુજરાત હાઈકોર્ટે ચુંટણી રદ્દ કરવાના ઐતિહાસિક નિર્ણયને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સત્તા સ્થાને પહોચવા ગેરરીતી, સત્તા, વ્યવસ્થાતંત્રનાં દુરુપયોગ કર્યા પછી પણ સત્ય વાત ગુજરાતના લોકો સમક્ષ આવી ગઈ છે. માત્ર સત્તા મેળવવા હથકંડાઓથી ભાજપનો અનૈતિકતાનો ચેહરો ખુલ્લો પડી ગયો છે. 

હાઈકોર્ટે ભાજપની ચુંટણીના ગેરીરીતના મોડેલને પ્રજા સમક્ષ ખુલ્લું પાડી દીધું
અગાઉ ભાજપે ૨૦૧૨ અને ૨૦૧૭ની ચુંટણીમાં પણ આવી ભ્રષ્ટ પ્રેક્ટીસ આચરી હોવાનું આ ચુકાદા પરથી શંકા ઉદભવે એ સ્વાભાવિક છે. હાઈકોર્ટનાં ચુકાદા પછી ભાજપમાં થોડી પણ નૈતિકતા બચી હોય તો હાઈકોટનાં ઐતિહાસિક ચુકાદાને સુપ્રીમમાં પડકારવાને બદલે શિક્ષણમંત્રી-કાયદામંત્રી પાસેથી રાજીનામું લેવું જોઈએ. ગુજરાતમાં યોજાયેલ વર્ષ ૨૦૧૭ના વિધાનસભામાં ધોળકા બેઠકના ભાજપનાં ઉમેદવાર અને ગુજરાતનાં શિક્ષણમંત્રી-કાયદામંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ ચુંટણીમાં કરેલી ગેરરીતિઓ અને અનૈતિકતાથી મેળવેલ જીતને ગુજરાત હાઈકોર્ટેએ આપેલ ચુંટણી રદ્દનાં ચુકાદા આવકારતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી  રાજીવ સાતવે જણાવ્યું હતું કે નામદાર ગુજરાત હાઈકોર્ટે ભાજપની ચુંટણીના ગેરીરીતના મોડેલને પ્રજા સમક્ષ ખુલ્લું પાડી દીધું છે. ભાજપ દ્વારા સામ,દામ, દંડ, ભેદ અને વ્યવસ્થાતંત્રના દુરુપયોગ કરી મેળવેલી જીતને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ્દ થવાથી આખરે જીત લોકો અને સત્યની થઈ છે.   

ચુકાદો ગુજરાતની જનતાના અને સત્યના પક્ષમાં આપ્યો
સત્ય અને નૈતિકતાના પક્ષમાં આવેલા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતના કાયદાપ્રધાન -શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધોળકા બેઠક પર પેપેર બેલેટની મત ગણતરીમાં ગેરરીતી આચરી જીત મેળવી હોવાથી ગુજરાત હાઈકોર્ટે તેમની ચુંટણીને રદ્દ કરી છે. નાગરિકો વચ્ચે હંમેશા રહેતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અશ્વિન રાઠોડએ પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી અને કોંગ્રેસ પક્ષની જનકલ્યાણલક્ષી સંકલ્પો સાથે ચુંટણી લડી હતી જેમાં તે જીત માટે આશ્વસ્થ હતા પરતું ચૂટણીમાં સત્તા, પૈસા અને ચુંટણી અધિકારી સાથેના સંડોવણી કરી ભાજપના ઉમેદવારે પોતાની જીત મેળવી હતી. જે ગેરરીતી અંગેનાં પુરાવા તપાસીને આજે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો ગુજરાતની જનતાના અને સત્યના પક્ષમાં આપ્યો છે. ભાજપ પક્ષનાં ચુંટણી જીતવા કરવામાં આવતા કાવાદાવા અને ગેરરીતી ગુજરાતના લોકો સમક્ષ આવી ગયા છે. 

સત્તા હાંસલ કરવા અને સત્તા પર બન્યા રહેવા માટે ભાજપ ગમે તે હદે જઈ શકે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતની ચૂટણીઓમાં કાવાદાવા અને ભ્રષ્ટ રાજકારણની સાથે સાથે સત્તા, પૈસા અને મેનપાવરના જોરે ભાજપ જે રીતે સત્તા લાલસા સંતોષી રહી છે તેનો ગુજરાત હાઈકોર્ટનાં આજના ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપને પગલે પર્દાફાશ થઈ ગયો છે. સત્તાની લાલચમાં સત્તા ટકાવી રાખવા, સત્તા હાંસલ કરવા અને સત્તા પર બન્યા રહેવા માટે ભાજપ ગમે તે હદે જઈ શકે છે. હાઈકોર્ટનાં ચુકાદા બાદ નૈતિકતાનાં ધોરણે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. 

સમગ્ર દેશના રાજકારણ અને ચુંટણીપ્રકિયા માટે સીમા ચિહ્નરૂપ અને માર્ગદર્શક
આજના ઐતિહાસિક ચુકાદા બાદ ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચુંટણી દરમ્યાન કોંગ્રેસ જે બેઠકો પરથી ઓછા માર્જીનથી હાર થઈ હતી અને જ્યાં આ પ્રકારની ગેરરીતીની આશંકા છે તેની કાયદાકીય લડત પણ વધુ વેગવંતી અને અસરકારક બનાવાશે. ગુજરાત હાઈકોર્ટનો આજનો ચુકાદો માત્ર ગુજરાતનાં રાજકારણ માટે જ નહિ પરંતુ સમગ્ર દેશના રાજકારણ અને ચુંટણીપ્રકિયા માટે સીમા ચિન્હરૂપ અને માર્ગદર્શક બની રહશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો