તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:હાઈકોર્ટે કહ્યું- 2 માસથી ગુમ 15 વર્ષની બાળકીને 2 વીકમાં શોધી લાવો, નહીં તો DCP મુનિયા 7 એપ્રિલે કોર્ટ સમક્ષ હાજર થાય

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઈકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઈકોર્ટની ફાઈલ તસવીર
  • 18 જાન્યુઆરીએ ધોરણ-10ની વિદ્યાર્થિનીને તેનો ભાઈ સ્કૂલે મૂકી ગયો હતો પરંતુ તે જ દિવસ ગુમ થઈ હતી
  • દીકરી ગુમ થતાં તેના પિતાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
  • ગુમ વિદ્યાર્થિનીના પિતા વતી બે વકીલોએ હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ પિટિશન દાખલ કરી હતી

ઈસનપુર ધોરણ 10ની વિદ્યાર્થિની ગુમ થયા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં તેના પિતા વતી બે વકીલોએ હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. જેની આજે સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે પોલીસ તેના સુધી પહોંચી શકી નથી તેથી હાઈકોર્ટની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે, 2 માસથી ગુમ 15 વર્ષની બાળકીને 2 વીકમાં શોધી લાવો નહીંતર DCP મુનિયાએ 7 એપ્રિલે કોર્ટ સમક્ષ હાજર થવું પડશે.

અધિકારી 2 અઠવાડિયામાં બાળકી શોધી લાવી રિપોર્ટ રજૂ કરે
હેબિયસ કોર્પસ પિટિશનની આજે સુનાવણી હાથ ધરાઈ જેમાં ગુજરાત હાઈકોર્ટેના જસ્ટિસ સોનિયાબેન ગોકાણી અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે આદેશ આપ્યો છે. જેમાં આ કેસની તપાસ માટે જુનિયર પોલીસ અધિકારી 2 અઠવાડિયામાં આ બાળકીને શોધી લાવે અને રિપોર્ટ રજૂ કરે અને જો બાળકી ન મળી આવે તો અમદાવાદ ઝોન 6ના ડીસીપી એ.એમ.મુનિયા પોતે 7 એપ્રિલે હાઇકોર્ટે સમક્ષ હાજર રહે. સાથે હાઈકોર્ટે પોલીસની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી છે.

18 જાન્યુઆરીએ ગુમ બાળકીનો અત્તોપત્તો નથી
ઇસનપુર વિસ્તારમાં આવેલી એક શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય બાળકીને તેનો ભાઈ શાળામાં મુકવા આવેલો હતો. ત્યારબાદ તે બાળકી શાળામાંથી ગુમ થઈ ગઈ હતી. 18 જાન્યુઆરીથી લઈને આજ સુધી આ છોકરીનો કોઈ અત્તોપત્તો નથી. છોકરીના પિતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લગભગ 2 મહિના જેટલો સમય વીતી ગયો છે ત્યારે પોલીસ હજી સુધી આ છોકરી સુધી પહોંચી શકી નથી. ત્યારે આ બાબતને લઈને એડવોકેટ શમશાદ ખાન પઠાણ અને એડવોકેટ એજાજ અંસારી દ્વારા બાળકીના પિતા વતી ગુજરાત હાઈકોર્ટેમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો