તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:હાઇકોર્ટ એડવોકેટ એસો. દ્વારા વેક્સિનેશન કેમ્પનું આયોજન, એડવોકેટ, ક્લાર્ક અને તેમના પરિવારના સભ્યો સહિત 700થી વધુએ વેકસીન લીધી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટના બાર રૂમ માં વેકસીનેશન કેમ્પનું આયોજન - Divya Bhaskar
હાઇકોર્ટના બાર રૂમ માં વેકસીનેશન કેમ્પનું આયોજન
  • હાઇકોર્ટના બાર રૂમમાં વેક્સિનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું

રાજ્યમાં કોરોના હવે કાબુમાં આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ કોરોના હજી ગયો નથી. ત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા વેક્સીનેશન પર ભાર મૂકવામાં આવ્યો. જેને લઈને રાજ્યભરમાં 1000થી વધુ વેકસીનેશન સેન્ટરો પર વેકસીન આપવામાં આવી રહી છે. સાથે ગુજરાત રાજ્ય વેકસીનેશનમાં પણ સૌપ્રથમ છે ત્યારે અમદાવાદમાં અનેક જગ્યાએ સ્પોટ રજીસ્ટ્રેશન પર તમામ લોકો ને વેકસીન આપવામાં આવી રહી છે.

700થી વધુ લોકોએ વેક્સિન લીધી
એવામાં ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ એસો. એ પણ હાઇકોર્ટના બાર રૂમ માં વેકસીનેશન કેમ્પનું આયોજન કરાવ્યું હતું. જેમાં એડવોકેટ ,ક્લાર્ક ,હાઇકોર્ટના અન્ય સ્ટાફ અને તેઓના પરિવારના સભ્યો એ વેકસીન લીધી હતી. જેમાં 700 થી વધુ લોકો એ આ વેકસીનેશન કેમ્પ માં વેકસીન લીધી હતી.

એડવોકેટ, ક્લાર્ક, હાઇકોર્ટના અન્ય સ્ટાફ અને તેઓના પરિવારના સભ્યોએ વેકસીન લીધી હતી
એડવોકેટ, ક્લાર્ક, હાઇકોર્ટના અન્ય સ્ટાફ અને તેઓના પરિવારના સભ્યોએ વેકસીન લીધી હતી

21મી જૂનથી વેક્સિનેશનનું મહાઅભિયાન ચાલું
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ 21 જૂનથી દેશભરમાં વેક્સિનેશનનું મહાઅભિયાન છેડ્યું છે. જે અંતર્ગત તમામ લોકોને સ્પોટ રજીસ્ટ્રેશનના આધારે વેક્સિન આપવામાં આવી રહી છે. સાથે દેશભરમાં ગુજરાત વેક્સિનેશનમાં પણ પ્રથમ નંબરે છે. ગુજરાત સરકારે 36 માંથી 18 શહેરોને કર્ફ્યુમાંથી મુક્તિ આપી અને તેઓને 30 જૂન સુધી શહેરોના તમામ વેપારીઓ ફેરિયાઓ અને શ્રમિકોને વેકસીન આપવા માટે સૂચના આપી છે.

અમદાવાદમાં વેપારી એસોસિયેશન પણ વેક્સિનેશનનું આયોજન કરશે
આ સિવાયના શહેરો જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ગાંધીધામ, વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરુચ, પાટણ, મોરબી અને ભુજમાં હવે 10 જુલાઈ સુધી તમામ વેપારીઓ અને ફેરિયાને વેક્સિનેશન કરાવું આવશ્યક રહેશે. જેથી અમદાવાદના તમામ વેપારી એસોસિએશન પોતાના બજારમાં જ વેક્સિનેશન સેન્ટર ઉભું કરશે. સાથે કેટલાક બજારોમાં વેક્સિનેશન બુથ શરૂ કરવામાં આવ્યા છે. જેથી વેપારીઓ, નોકરિયાતો, ફેરિયાઓ અને શ્રમિકો સરળતાથી વેકસીન લઈ શકે. વેપારી એસોસિએશન AMC સાથે મળીને વેક્સિનેશન સેન્ટર બાકીના સ્થળોએ આવનારા દિવસોમાં ઉભા કરશે.