ધરણાની ચીમકી:હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ફીઝીકલ કોર્ટ શરૂ કરવા માટેની ઉગ્ર માંગણી, જ્યાં સુધી ફીઝીકલ હિયરિંગ નહીં થાય ત્યાં સુધી કોર્ટના ફક્શન બોયકોટ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે હાઇકોર્ટના ગેટની બહાર ફીઝીકલ કોર્ટ શરૂ કરવાની માંગને લઈને ધરણાં કરશે
  • 15 મહિનાથી ફીઝીકલ હિયરિંગ બંધ હોવાથી ઘણા એડવોકેટની સ્થિતિ કફોડી બની

કોરોનાકાળ દરમિયાન તમામ ખાનગી, સરકારી અને સહકારી વગેરે જેવા મહત્વના વિભાગોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યા હતાં. જેમાં સરકાર દ્વારા મોટાભાગના સરકારી વિભાગોમાં શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ અથવા તો તેઓ ને રજા આપી દીધી હતી.રાજ્યમાં જ્યુડિશિયલ સેવા ની વાત કરીએ તો હાઇકોર્ટ સહિત અનેક કોર્ટમાં માત્ર અરજન્ટ મેટરનું હિયરિંગ થતું હતું એ પણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર જ. કોરોનાની બીજી લહેરે ઘણા લોકો જીવ ભરખી લીધા હતા.

હાઇકોર્ટમાં છેલ્લા 15 મહિનાથી ફીઝીકલ હિયરિંગ નથી થતું
જોકે હવે પરિસ્થિતિ સામાન્ય થઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાજ્યમાં હાઇકોર્ટ સિવાય ની તમામ જિલ્લા અને મેટ્રો કોર્ટે ફીઝીકલ શરૂ થઈ ગઈ છે. જેથી તે કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હાઇકોર્ટમાં છેલ્લા 15 મહિનાથી ફીઝીકલ હિયરિંગ નથી થતું. જ્યારથી કોરોના આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કોર્ટની તમામ કાર્યવાહી વર્ચ્યુઅલ રીતે યુટ્યુબના માધ્યમથી જીવત પ્રસારિત થઈ રહી છે જોકે મહત્વની વાત છે કે ગુજરાત હાઈકોર્ટે દેશ ની પહેલી હાઇકોર્ટ છે કે તે તમામ જજના કોરોમ ની કાર્યવાહી નું હાલ લાઈવ પ્રસારણ કરી રહી છે.

હાઇકોર્ટના તમામ એડવોકેટ ફક્શન અટેન્ડ નહીં કરે
પરંતુ આની સામે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો.ની માંગણી છે કે હવે પરિસ્થિતિ સામાન્ય થઈ છે તો ફીઝીકલ હિયરિંગ પણ ચાલુ કરવું જોઈએ. તેઓ એ અગાઉ આ બાબતે ચીફ જસ્ટિસ ને પત્ર લખી ને રજુઆત પણ કરી હતી.પરંતુ તેનો કોઈ જવાબ ન મળતા હવે તેઓ ગુજરાત હાઇકોર્ટ તમામ નોન જ્યુડિશિયલ ફક્શન ને બોયકોટ કરવા નો નિર્ણય લીધો છે જ્યાં સુધી ફીઝીકલ કોર્ટ શરૂ નહીં થાય ત્યાં સુધી હાઇકોર્ટના તમામ એડવોકેટ આ ફક્શન અટેન્ડ નહીં કરે. સાથે તેઓ આગામી સોમવારે ઘરણાંની પણ ચીમકી ઉચ્ચરી છે.

હવે પરિસ્થિતિ સામાન્ય છે તેથી હવે ફીઝીકલ હિયરિંગ શરૂ થવું જોઈએ
ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસો.ના સેક્રેટરીએ જણાવ્યું કે, છેલ્લા 15 મહિનાથી હાઇકોર્ટમાં ફીઝીકલ હિયરિંગ થતું નથી. તમામ એડવોકેટ જોડે આ વર્ચ્યુઅલ માધ્યમથી જોડવાય તેવી ફેસિલિટી હોતી નથી. અમારા હાઇકોર્ટના ઘણાં એડવોકેટની આર્થિક પરિસ્થિતિ નબળી પડી ગઈ છે. અમે અનેકવાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી છતાં કોઈ નિકાલ ન આવ્યો. અમે આખરે અમારા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસો.ના મેમ્બરઓ મિટિંગ યોજી ને નિર્ણય કર્યો છે કે, જ્યાં સુધી ફીઝીકલ કોર્ટ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે હાઇકોર્ટમાં થતા નોન જ્યુડિશિયલ ફક્શનમાં અમે ભાગ નહીં લઈએ અને તેનો બોયકોટ કરીશું. સાથે અમે સોમવારે હાઇકોર્ટના ગેટ આગળ શાંતિપ્રિય રીતે ધરણાં કરીને ફીઝીકલ કોર્ટ શરૂ કરવા માટેની માંગણી કરીશું. સાથે સુત્રોચાર પણ કરીશું. હવે પરિસ્થિતિ સામાન્ય છે તેથી હવે ફીઝીકલ હિયરિંગ શરૂ થવું જોઈએ.