તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેમેજ કંટ્રોલ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાં થયેલા કકળાટને ડામવા હાઈકમાન્ડે ચૂંટણી ઇન્ચાર્જ તામ્રધ્વજ સાહુને બે દિવસ માટે ગુજરાતમાં મોકલ્યા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
હાઈકમાન્ડે ગુજરાતના ચૂંટણી ઈન્ચાર્જ સાહુને દોડાવ્યા - Divya Bhaskar
હાઈકમાન્ડે ગુજરાતના ચૂંટણી ઈન્ચાર્જ સાહુને દોડાવ્યા
 • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસમા ઉભા થયેલા કાર્યકરોના વિરોધને ડામવા હાઈકમાન્ડે તામ્રધ્વજ સાહુને ગુજરાત
 • ચૂંટણીમાં ટિકીટ ફાળવણીને લઈને ઉભા થયેલા કકળાટ મુદ્દે સાહુ પ્રદેશ નેતાઓ સાથે મુલાકાત કરશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ કોંગ્રેસમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી, સંગઠનમાં કકળાટ અને રોજ પડતા રાજીનામાંના પગલે ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ તામ્રધ્વજ સાહુ બે દિવસ માટે ગુજરાતમાં દોડી આવ્યા છે. તેઓ કાર્યકરો અને ઉમેદવારોમાં વધેલા વિરોધને લઈને પ્રદેશ નેતાઓ સાથે મુલાકાત કરશે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણીઓ છે તેની ચર્ચા કરવા માટે અહીં આવ્યા છીએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સાથે બેઠક કરીશું, બાદમાં પ્રચાર હાથ ધરવામાં આવશે. ટિકિટ તમામને નથી મળતી,નારાજગી વ્યક્ત કરવાથી કશું જ મળતું નથી. ક્યાંય ચૂક થઈ હોય તો વર્તમાનમાં સુધારો કરવાની જરૂર હોય છે. ચૂંટણીઓ આગામી 5 વર્ષમાં ફરી આવે છે. નારાજગીઓ મામલે ચર્ચા કરીશું, આનો ઉકેલ લાવવો જરૂરી છે. ટિકિટ પૈસા આપીને વહેંચાવમાં આવે છે તે મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવશે.

ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ રાજીનામું ધર્યું હતું
ઈમરાન ખેડાવાલાએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ રાજીનામું ધર્યું હતું

ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનું રાજીનામાનું નાટક
કોંગ્રેસના ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની હાજરીમાં તેમના વિધાનસભા વિસ્તારમાં આવતા બહેરામપુરા વોર્ડમાં 4 ઉમેદવાર નક્કી થતાં તેમણે ઉમેદવારીપત્રક ભરી નાખ્યા હતા. આ પછી કોંગ્રેસે વધુ બે ઉમેદવારને મેન્ડેટ આપતા તેમણે પણ ફોર્મ ભર્યાં હતાં. આથી નારાજ ખેડાવાલાએ ધારાસભ્ય તરીકે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપી દીધું હતું. જોકે ચાવડાએ તેમને યોગ્ય કરવાની ખાતરી આપી છે, જો યોગ્ય નહીં થાય તો વિધાનસભા અધ્યક્ષને પણ રાજીનામું આપવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે.સૂત્રોએ જણાવ્યું કે, ખેડાવાલાની હાજરીમાં બહેરામપુરામાં કમરુદ્દીન પઠાણ, તસ્લીમ આલમ તીરમીજી, કમળા ચાવડા, નાઝીમા રંગરેજની ઉમેદવારી નક્કી થતાં તેમને મેન્ડેટ અપાયા હતા, જેને આધારે તેમણે શનિવારે ઉમેદવારીપત્રક ભર્યાં હતાં. આ પછી એકાએક બીજા બે રફીક શેઠજી, શાહજાબાનુ અંસાલીને ઉમેદવારીપત્રક ભર્યું હતું. એક વોર્ડમાં 4ને બદલે 6 ઉમેદવારે ફોર્મ ભર્યું હોવાથી ખેડાવાલાએ સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને પક્ષને પાછળથી નક્કી કરાયેલા 2 ઉમેદવારને રદ કરવાની માગ કરી હતી.

ધારાસભ્ય શૈલેષ પરમારનો ભારે વિરોધ થયો હતો
ધારાસભ્ય શૈલેષ પરમારનો ભારે વિરોધ થયો હતો

ઇન્ડિયા કોલોનીમાંથી પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલની નારાજગી
અમદાવાદ મહાનગરપાલિકાની ટિકિટ વહેંચણીમાં ઇન્ડિયા કોલોનીમાંથી પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ સોનલ પટેલે ટિકિટ માગી હતી. સતત 20 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય થઈ કામ કરતાં સોનલ પટેલ 2015થી મહાનગરપાલિકામાં ચૂંટણી લડવા ટિકિટ માગી રહ્યાં છે. છેવટે 2021માં પણ ટિકિટ કપાતાં નારાજ થયાં અને આ માટે તેમણે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર અને હિંમતસિંહ પટેલને જવાબદાર ઠેરવ્યા હતા. ગુસ્સે ભરાયેલાં સોનલ પટેલે નેતાઓની પોલ ખોલતાં કહ્યું હતું કે, ‘નેતાઓ તેમની રૂપલલનાઓને ટિકિટ અપાવવા દોડે છે.’ સોનલ પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામું આપતાં કહ્યું કે, ‘કોંગ્રેસના કાર્યકર તરીકે રહીશ, પણ ઇન્ડિયા કોલોનીમાં તેમના વિસ્તારમાં કોંગ્રેસના એકપણ ઉમેદવારને પ્રચાર કરવા આવવા નહીં દઉં.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો