રાજ્યમાં 40 જળાશય ઓવરફ્લો:ગામોમાં હાઇ એલર્ટ, નર્મદા ડેમની સપાટી 22 મીટર વધી; સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં 4થી 8 ઇંચ સુધી વરસાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના 37 સહિત 40 ડેમ સંપર્ણપણે ભરાઈ ગયા હતા. રાજ્યનો જળસંગ્રહ વધીને 64.53 ટકા થયો હતો. નર્મદા ડેમની સપાટીમાં 22 મીટર વધીને 120.54 મીટર થઈ છે. જોકે નર્મદા કેનાલ અને નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરી દેતાં ડેમની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે.

ક્યાં કેટલા ડેમ ઓવરફ્લો

વિસ્તાર100% ફુલ ડેમ
જામનગર13
રાજકોટ11
જૂનાગઢ6
અમરેલી4
દેવભૂમિ દ્વારકા2
ભાવનગર2
નર્મદા ડેમની તસવીર.
નર્મદા ડેમની તસવીર.

ક્યાં કેટલો વરસાદ (સવારના 6થી રાત્રે 9 સુધી)

સ્થળવરસાદ
માંગરોળ8 ઈંચ
કેશોદ6 ઈંચ
જૂનાગઢ6 ઈંચ
વંથળી7 ઈંચ
માળિયા5.6 ઈંચ
તાલાલા5.44 ઈંચ
કુતિયાણા5 ઈંચ
રાણાવાવ5 ઈંચ
મેંદરડા4 ઈંચ
વિસાવદર4.8 ઈંચ
પોરબંદર4 ઈંચ
વાપી4 ઈંચ
કપરાડા3 ઈંચ