તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદનીશ કર્યો:her START : એ મહિલાઓને એવોર્ડ અપાયા જે સ્ટાર્ટઅપ થકી હજારો મહિલાઓને રોજગારી આપે છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલે 6 મહિલાઓને તેમનાં જુદા જુદા સ્ટાર્ટઅપ્સ માટે હરસ્ટાર્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા
  • મહિલાઓને પુરુષોની સમકક્ષ અને કલાક પ્રમાણે વેતન અપાય છે, તેમના સમયને અનુકુળ હોય તે રીતે કામમાં જોડવામાં આવે છે

ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (GUSEC) દ્વારા 6 મહિલાઓને તેમનાં જુદા-જુદા સ્ટાર્ટઅપ્સ માટે her START એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મેળવ્યા બાદ હવે આ 6 સ્ટાર્ટઅપની મહિલાઓ તેમનાં સ્ટાર્ટઅપ થકી અન્ય મહિલાઓને પણ મદદરૂપ થઈ શકે તેના માટે કામ કરી રહી છે. આ 6 સ્ટાર્ટઅપમાંથી 4 સ્ટાર્ટઅપ્સ તો પહેલેથી જ મહિલાઓ માટે ઉપયોગી બની રહ્યાં છે. તેમજ આ મહિલાઓ અન્ય મહિલાઓને રોજગારી પણ આપી રહી છે. અને તે પણ વર્કફ્રોમ હોમ અથવા તેમના સમય મુજબ. સ્ટાર્ટઅપ શરૂ કરનારી આ 6 મહિલાઓ મળીને શહેર-રાજ્ય-દેશની સેંકડો મહિલાઓને રોજગારી આપે છે.

ઘૂંટણ રિપ્લેસ કરાવનાર મહિલા જાતે ફિઝિઓથેરાપી લઇ શકે છે
હું બાયોમેડિકલ ક્ષેત્રની છું. તેનાં ફાઇનલ પ્રોજેક્ટમાં મારા સ્ટાર્ટઅપનો આઈડિયા આવ્યો હતો. મેં ફ્લેક્સિબલ ડિવાઇસ તૈયાર કર્યું છે જેનાથી ઘૂંટણ રિપ્લેસ કરાવ્યા બાદ ફિઝિયોથેરાપી લઈ રહેલાં લોકો ઘરે ફિઝિયોથેરાપી મેળવી શકે છે. -સારિકા ચિત્રોડિયા, લીમ્બએજ LLP

મહિલાઓને ઘૂંટણ વધુ તકલીફ - મોટાભાગે ઘૂંટણની તકલીફો મહિલાઓમાં વધારે હોય છે. સાથે મહિલાઓમાં બોન્સ અને કેલ્શિયમનું પ્રમાણ ઓછુ જોવા મળતું હોય અને તેમાં પણ જ્યારે મોટી ઉંમરની મહિલાઓ ઘૂંટણનું રિપ્લેસમેન્ટ કરાવે ત્યારે તેમને ફિઝિયોથેરાપીની એક્સર્સાઇઝ મેળવવામાં મુશ્કેલ પડે છે. તેવી મહિલાઓને આ ડિવાઇઝ ઉપયોગી છે.

મહિલાઓની પર્સનલ-પ્રોફેશનલ લાઇફ સમજી રિક્રુટમેન્ટ થાય છે
જે કંપનીઓ તેમનાં ત્યાં એચઆર કન્સલ્ટન્ટને અફોર્ડ નથી કરી શકતી તેવી કંપનીઓને અમે એચઆર સર્વિસ પૂરી પાડીએ છીએ. જેમા કંપની માટે એવી મહિલાઓનું પણ કન્સલ્ટિંગ આપીએ છીએ જે મહિલાઓ તેમના સમયે કામ કરવા માંગતી હોય. -મિનાક્ષી કોટવાની, ગ્રોઈંગ પીપલ

મહિલાઓ અનુકુળ સમયે કામ કરે છે - આ સ્ટાર્ટઅપ એવી મહિલાઓને રિક્રુટ કરે છે જે મહિલાઓ તેમને અનુકુળ રહે તેવા કલાકોમાં કામ કરી શકે છે. તેની સાથે મહિલાની પર્સનલ અને પ્રોફેશનલ તકલીફોને સમજીને તેને રિમોટ જોબ અપાવવાનો પણ પ્રયાસ કરે છે. જેની સાથે પ્રોડક્ટને પણ નુક્સાન ના થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

એગ્રીકલ્ચરલ વેસ્ટમાંથી નેચરલ ફાઇબર તૈયાર કરીએ છીએ. મોટાભાગે ફાર્મર્સને લગતા કામ થાય છે. સરવે મુજબ 10 હજાર લીટર પાણીનો ઉપયોગ કરી 1 કિલો ફાઇબર તૈયાર થાય છે. અમે એગ્રીકલ્ચરલ વેસ્ટને રિસાયકલ કરી ફાઇબર તૈયાર કરીએ છીએ. -શીખા શાહ, અલ્ટમેટ

મહિલાઓ-પુરુષોના વેતન સમાન -ફાર્મિંગના ફિલ્ડમાં મોટાભાગે પુરુષો જોવા મળતા હોય છે. પણ એલ્ટમેટ જેન્ડર બાયસ થયા વગર એગ્રીકલ્ચર વેસ્ટ પર કામ કરે છે અને તેમની ફેક્ટરીમાં ફિમેલ વર્કર્સની સંખ્યા વધારે છે. તેમ છતાં તેઓ મેલ ફિમેલ દરેક વર્કર્સને સમાન વેતન આપે છે. જેથી કોઇપણ પ્રકારની જેન્ડર બાયસનેસ ન થાય.

110 વર્કર્સમાંથી 108 મહિલા વર્કર છે, જેમનું વેતન કલાક પ્રમાણે છે

ઈન્ટરનેશનલ પબ્લિશિંગ હાઉસ ચલાવીએ છીએ. જેમાં ઈ બુક, સીડી, ઓડિયો બુક જેવા ફોર્મેટમાં પબ્લિશિંગ થાય છે. જે 44 દેશોમાં ચાલે છે. બીજી કંપની આઉટસોર્સિંગનું કામ કરે છે. જેમાં 110નાં સ્ટાફમાં ફક્ત 2 જ પુરુષો છે બાકી બધી મહિલાઓ છે. -ભાવિની મહેતા, આઉટલિયર્સ પબ્લિશિંગ.

મહિલાઓ માટે વર્ક ફ્રોમ હોમ છે - આઉટલિયર્સનાં વર્કફોર્સમાં 99 ટકા મહિલાઓ કામ કરે છે અને તે બધી મહિલાઓ તેમનાં અનુકુળ સમયે કામ કરે છે. અને તેમનાં માટે વર્ક ફ્રોમ હોમનો કોન્સેપ્ટ ચાલે છે. તેમજ દરેક મહિલાઓને કલાકનાં બેઝ પર વેતન આપીએ છીએ. જેથી જેટલાં કલાક કામ કરવું હોય તેટલાં કલાક કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો