હેલ્પલાઈનનું રિયાલિટી ચેક:કોરોના મહામારીમાં જાહેર કરાયેલી હેલ્પલાઈન બની હેલ્પલેસ, સોશિયલ મીડિયામાં ફરતાં મોટાભાગના નંબર ફેક

અમદાવાદ9 મહિનો પહેલાલેખક: આનંદ મોદી
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં સામાજિક સંસ્થા અને જે તે વ્યક્તિના નામ, મોબાઈલ નંબર સહિતના મેસેજ ફરે છે
  • જાહેર કરાયેલા નંબર પર સંપર્ક કરવામાં આવે ત્યારે હકીકતમાં આ નંબર તરફથી કોઈ મદદ મળતી નથી

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઝપટમાં આવ્યા છે ત્યારે હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થઇ ગયા છે. હોસ્પિટલમાં જગ્યા ના હોવાને કારણે અનેક લોકો ઘરે સારવાર મેળવી રહ્યા છે. જેને કારણે ઇન્જેક્શન, ઓક્સિજન , હોસ્પિટલમાં બેડ સહિતની મદદ માટે સોશિયલ મીડિયામાં અનેક લોકોના નામ અને નંબર મૂકવામાં આવે છે,જેનો સંપર્ક કરવામાં આવે ત્યારે મોટા ભાગના હેલ્પલાઇન નંબર સ્વીચ ઓફ, ફોન ના ઉપાડવા અથવા રોંગ નંબર હોય છે. આ હકીકત DivyaBhaskarના રિયાલિટી ચેકમાં બહાર આવી છે.

જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબર તરફથી કોઈ મદદ નહીં
કોરોનાના કેસ વધતા હવે ઘરે સારવાર મેળવ્યા દર્દીઓની સંખ્યા પણ વધી છે ત્યારે ઘરે સારવાર મેળવ્યા દર્દીઓને ઓક્સિજન, ઇન્જેક્શન, દવાઓ, હોસ્પિટલમાં બેડ,પ્લાઝ્મા સહિતની વસ્તુઓની જરૂર પડે છે. આ બધાની વચ્ચે કેટલીક સામાજિક સંસ્થાઓ અને કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મદદે આવ્યા છે. સોશિયલ મીડિયા ગૃપમાં સામાજિક સંસ્થા અને જે તે વ્યક્તિના નામ અને મોબાઈલ નંબર સહિતના મેસેજ આવે છે પરંતુ જ્યારે મદદ માટે આ નંબર પર સંપર્ક કરવામાં આવે ત્યારે હકીકતમાં આ નંબર તરફથી કોઈ મદદ મળતી નથી.

કોવિડ સેન્ટરની ફાઈલ તસવીર
કોવિડ સેન્ટરની ફાઈલ તસવીર

હેલ્પલાઇનના 24*7 લોકોની સેવામાં હાજર રહેવાના દાવા
સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર અત્યારે અલગ અલગ સંસ્થાઓ લોકોની મદદ આવી છે. જેમાં કોરોનાને લાગતી દવા, ટોસિલીઝુમેબ ઇન્જેક્શન, રેમડેસિવિર ઇન્જેક્શન,ઓક્સિજન બોટલ, ઓક્સિજન સપ્લાય,પ્લાઝમા, હોસ્પિટલમાં બેડ સહિતની સુવિધા માટે અલગ અલગ નંબર અનેક લોકોએ મેસેજ કર્યા છે. કેટલીક હેલ્પલાઇન દ્વારા 24*7 લોકોની સેવા માટે હાજર રહેશે તેવા પણ મેસેજ કરવામાં આવ્યા છે.

મોટાભાગના નંબર નિષ્ક્રિય
સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ પૈકી કેટલાક નંબર પર દિવ્યભાસ્કર દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે મોટા ભાગના નંબર સ્વિચ ઓફ હોવાનું જાણવા મળ્યું હતું, કેટલાક નંબર પર રિંગ વાગતી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નહતો. કેટલાક લોકોએ ફોન ઉપાડ્યો પરંતુ તેમાં પણ હાલ કોઈ મદદ કરી શકે તેમ નથી તેવું જણાવ્યું હતું.આમ મોટા ભાગના નંબર નિષ્ક્રિય જોવા મળ્યા હતા.કેટલાક દર્દીઓ લાચાર બનીને જ્યારે મદદ માટે કોલ કરે છે, ત્યારે તેમને નિરાશા ભર્યો જ જવાબ મળે છે અથવા જવાબ મળતો નથી.

ઓક્સિજન સિલિન્ડર
ઓક્સિજન સિલિન્ડર

સામાજિક સંસ્થામાં કોઈ અજાણી વ્યક્તિ નંબર વાયરલ કર્યો
એક સામાજિક સંસ્થાના નંબર સોશિયલ મીડિયા માધ્યમથી મળ્યો હતો જ્યારે તે નંબર પર કોલ કરવામાં આવ્યો ત્યારે સામેથી જવાબ મળ્યો હતો કે અમારો નંબર કોઈ વાયરલ કરી દીધી છે અને આ બધી સેવાઓ અમારા સંસ્થાના સભ્યો માટે જ રાખી છે. ત્યારે અન્ય એક નંબર પર કોલ કરતા જવાબ મળ્યો કે માટે પોતાને મદદની જરૂર છે. તમારી જોડે ઓક્સિજન હોય તો કહો.બીજા અનેક નંબર બંધ જ હતા અને કેટલાક નંબર પર રિંગ વાગવા છતાં કોઈ જવાબ મળ્યો નહતો.

વેરિફાઈ નંબરના નામે જાહેરાત પણ કરાઈ
સતત સોશિયલ મીડિયામાં આ પ્રકારે રોજ નવા નવા નંબર હેલ્પલાઇનના નામે આવે છે પરંતુ રિયાલિટી ચેક કરતા મોટાભાગના લોકો માત્ર પબ્લિસિટી કરતા હોય તેવું જ લાગી રહ્યું છે. કેટલાક તો સોશિયલ મીડિયામાં વેરિફાઈ નંબર તરીકે પણ પોતાની જાહેરાત કરી છે પરંતુ તેવા નંબર અને નામ પણ નિષ્ક્રિય નીકળ્યા છે. લોકોએ અત્યારે ખરેખર મદદની જરૂર છે ત્યારે આ પ્રકારે સોશિયલ મીડિયા ખોટા મેસેજ વાયરલ થતાં લોકો મદદની આશાએ કોલ કરે છે પરંતુ અંતે નિરાશા જ તેમને મળે છે.

અન્ય સમાચારો પણ છે...