સોલા હિટ એન્ડ રન કેસના 3 દિવસ પછી પણ ટ્રાફિક પોલીસ અને સોલા પોલીસ બીએમડબલલ્યુ કારનાચાલક સત્યમ શર્માને પકડી શકી નથી. જેથી હવે પોલીસ કમિશનરે આરોપીને પકડવાની જવાબદારી ક્રાઈમ બ્રાંચને સોંપી છે. ભાજપ સાથે સંકળાયેલા બિલ્ડર શ્રી કૃષ્ણ શર્માનો દીકરો સત્યમ હજુ પકડાયો નહીં હોવાથી તેને ગોઠવણ કરીને હાજર કરવા ક્રાઈમ બ્રાંચને મેદાનમાં ઉતારવામાં આવી છે.
આરોપી સત્યમ બુધવારે રાતે દારૂ પી બીએમડબલ્યુ કાર લઈને નીકળ્યો હતો. તેની કાર એટલી સ્પીડમાં હતી કે, તેણે સિમ્સ હોસ્પિટલ પાસે એક દંપતીને ઉડાવ્યું હતું. અકસ્માત થયો ત્યારે સત્યમની ગાડીની સ્પીડ 140 કરતાં પણ વધારે હોવાથી દંપતી હવામાં 10થી 15 ફૂટ ફંગોળાયું હતું. અકસ્માત પછી સત્યમ કાર મૂકીને ભાગી ગયો હતો. આ અંગે ટ્રાફિક પોલીસ અને સોલા પોલીસે સત્યમ વિરુદ્ધ 2 ગુના નોંધ્યા હતા. પરંતુ 3 દિવસ પછી પણ પોલીસ સત્યમને પકડી શકી નથી.
અમારી પાસે પૂરતી ટેકનોલોજી નથી
અમારી પાસે કોઈ ટેકનોલોજી કે અદ્યતન સાધનો ન હોવાથી આરોપીને પકડવામાં મુશ્કેલી પડે છે. સીસીટીવી - સીડીઆર સહિતની માહિતી અમારે કંટ્રોલ રૂમ, મોબાઈલ કંપની પાસેથી મગાવવી પડે છે. જેમાં ઘણો સમય લાગે છે. જ્યારે ક્રાઈમ બ્રાંચ પાસે તમામ ટેકનોલોજી હોવાથી તેઓ આરોપીને ઝડપથી પકડી શકે તેમ હોવાથી મદદમાં મૂકાઈ છે. > અશોક રાઠવા, એસીપી ટ્રાફિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.