ફરી નિયમ કડક થશે:ગુજરાત યુનિવર્સિટીમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કરાશે, વિદ્યાર્થીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને મુહિમ ચલાવવામાં આવશે

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘણા સમયથી લોકોએ હેલ્મેટ પહેરવાનું બંધ કર્યું છે, જેથી પોલીસ દ્વારા હાઈકોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી છે

શૈક્ષણિક સંસ્થાઓમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત પહેરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનો થોડો સમય અમલ થયા બાદ લોકોએ હેલ્મેટ પહેરવાનું બંધ કર્યું હતું. જેથી હવે ફરીથી પોલીસ દ્વારા હાઈકોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી છે અને તેનું જાહેરનામું રજુ કરવામાં આવશે. જે બાદ ગુજરાત યુનિવર્સિટી પણ હેલ્મેટ ફરજીયાત કરશે અને તે માટે મુહિમ પણ ચલાવશે.

વિદ્યાર્થીઓને જ બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને મુહિમ ચલાવાશે
ગુજરાત યુનિવર્સિટી સાથે અનેક શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે, જેમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં અને સુરક્ષાને ધ્યાને રાખીને શૈક્ષણિક સંસ્થાઓમાં હેલ્મેટ ફરજીયાત કરવાનું જાહેરનામું આવશે. જે બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં હેલ્મેટ ફરજીયાત કરવામાં આવશે જે માટે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને જ બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને મુહિમ ચલાવવામાં આવશે.

પોલીસ કમિશ્નર ઓફિસ દ્વારા હાઈકોર્ટમાં એફિડેવિટ રજુ કરાયું
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશું પંડ્યાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નર ઓફિસ દ્વારા હાઈકોર્ટમાં હેલ્મેટ માટેની એફિડેવિટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હેલ્મેટ ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે હવે પોલીસ જાણ કરે અને જાહેરનામું બહાર પાડે તે બાદ યુનિવર્સિટી દ્વારા પણ હેલ્મેટ ફરજીયાત કરવામાં આવશે. આ મુહિમમાં વિદ્યાર્થીઓને જોડીને વિદ્યાર્થીઓએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવશે અને કાર્યક્રમ કરવામાં આવશે.વિધ્યર્થિઓઅ સુરક્ષા અને હિતમાં જ હેલ્મેટ ફરજીયાત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...