અમદાવાદ / શહેરના વાતવરણમાં પલટો આવતા ભારે પવન ફુંકાયા બાદ સાંબેલાધાર વરસાદ વરસ્યો વાહન ચાલકો અટવાયા

Heavy winds blow in the ahmedabad dust storm disturbs vehicle drivers
X
Heavy winds blow in the ahmedabad dust storm disturbs vehicle drivers

દિવ્ય ભાસ્કર

Jun 05, 2020, 09:17 PM IST

અમદાવાદ. અમદાવાદમાં આજે  સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. શહેરમાં તોફાની પવન ફુંકાવા લાગ્યો હતો, જેને કારણે છાપરાઓ પણ ઉડવા લાગ્યા હતા. ધૂળની આંધી અને ભારે વરસાદને કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા. 

ચોમાસાના સત્તાવાર આગમનને થોડા દિવસની વાર છે ત્યારે વાતવરણમાં આવેલા પલટાથી અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી હતી. શહેરના એસ.જી હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાપુર, નારણપુરા, બોપલ, મકરબા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાયા બાદ એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી