તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી:ઉમેદવારીની મુદત પછી સોગંદનામામાં સુધારા માટે મંજૂરી અપાતા મોડી રાત સુધી ભારે ધસારો

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • ઠક્કરબાપાનગર-સરદારનગરમાં કોંગ્રેસના બે ઉમેદવારનાં ફોર્મ રદ, ચૂંટણી પહેલાં બંને બેઠક ગુમાવી
 • ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ, પછી આખરી ચિત્ર સ્પષ્ટ થશે

અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત અપક્ષો અને અન્ય મળી કુલ 1704 ફોર્મ ભરાયાં હતાં. સોમવારે ફોર્મ ચકાસણીના અંતે 907 ફોર્મ રદ થતાં હવે 797 માન્ય રહ્યા છે. સરદારનગરના કોંગ્રેસના દેવલ રાઠોડ, ઠક્કરબાપાનગરના કોંગ્રેસના દિનેશ પરમારનું ફોર્મ ક્ષતિના કારણે રદ થયું હતું. તેમનું ડમી ઉમેદવારનું ફોર્મ ન ભરાતા બંને બેઠક કોંગ્રેસે ગુમાવી છે.

6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો સમય શનિવારે પૂર્ણ થઇ ગયા બાદ રવિવારે એકાએક રાજ્ય ચૂંટણી આયોગે ઉમેદવારોને કોઇ ક્ષતિ કે ભૂલ જણાતી હોય તો સોગંદનામા બદલી અપાશે તેવો આદેશ કલેક્ટરોને કરતા અને તેની જાણ ઉમેદવારોને કરાતા ઉમેદવારો સોગંદનામુ ચેક કરવા અને નવું સોગંદનામુ રજૂ કરવા દોડતા જેના પગલે રવિવારે રાત્રે 3 વાગ્યા સુધી રાજ્યની કલેક્ટર કચેરીઓ ધમધમતી રહી હતી.

કેટલાક ઉમેદવારે ફોર્મ રદ ન થાય તે માટે ધારાસભ્યોથી લઇ મંત્રીઓના ફોન કરાવ્યા હતાં. અધિકારીઓની ચેમ્બરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ નીતિ નિયમો નેવે મૂકી ફોર્મમાં ટેકેદારોની સહી વગર સુધારા-વધારા કરાવ્યા છે. કોઇ પણ ફોર્મ સ્વીકારવાની કામગીરીનું રેકોર્ડીંગ કરાયું નહીં. સોમવારે બપોરે 3 વાગ્યે ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવાની હતી પણ મોડી રાત સુધી ચકાસણની કામગીરી ચાલુ રહી હતી.

ભાજપના 3 ઉમેદવારના બાકી પ્રોફેશનલ ટેક્સ સામેની વાંધા અરજી ફગાવી દેવાઈ
શહેરના શાહપુર વોર્ડમાં ભાજપના 3 ઉમેદવારોએ પ્રોફેશનલ ટેક્સ નહી ભર્યો હોવાની તેમજ તેમણે આ હકીકત તેમની ઓફિડેવિટમાં છૂપાવી હોવાથી તેમના ફોર્મ રદ કરવા માટે કોંંગ્રેસના ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. તેમના એડવોકેટ સાદિક શેખ અને સંદિપ ક્રિષ્ટી દ્વારા અરજી સાથે ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચતાં ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ કર્યું હતુંકે, અરજી સ્વીકારવાનો સમય બપોરે 2 વાગ્યા સુધીનો જ હતો. તમે મોડા પડ્યા છો. અધિકારીએ એફિડેવિટમાં ઉમેદવારોએ પ્રોપર્ટી ટેક્સ ભર્યો હોવાનો ઉલ્લેખ કર્યાની પણ સ્પષ્ટતા કરી હતી.

એફિડેવિટમાં કેટલાકે ગુનાઈત રેકોર્ડ અને સંપત્તિની બજાર કિંમત પણ છુપાવી
​​​​​​​કોર્પોરેશનની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોએ એફિડેવિટમાં ગુનાની હકીકત અને સંપત્તિની બજાર કિંમત દર્શાવી નથી. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ કોઇ પણ ઉમેદવારો હકીકત છુપાવે તો ફોર્મ રદ થાય. પરંતુ કેટલાકે તો ફોર્મમાં પૂરતી વિગતો આપી નથી. જેના લીધે ગુના અંગેની સાચી માહિતી પ્રજા સુધી પહોંચી શકવાની નથી. આ ઉપરાંત કેટલાક ઉમેદવારોએ સંપતિની બજાર કિંમત દર્શાવી નથી. જે હોવી ખૂબ જ જરૂરી છે.

192 બેઠક માટે ભરાયેલાં 1704 ફોર્મમાંથી 907 ફોર્મ રદ, 797 સ્વીકારાયાં​​​​​​​

ક્રમવોર્ડફોર્મઅમાન્યમાન્ય
1)ગોતા251312
2)ચાંદલોડિયા271413
3)ચાંદખેડા361620
4)સાબરમતી301515
5)રાણીપ281414
6)વાડજ372413
7)ઘાટલોડિયા291613
8)થલતેજ271413
9)નારણપુરા261511
10)સ્ટેડિયમ361917
11)સરદારનગર452421
12)નરોડા422220
13)સૈજપુરબોઘા421923
14)કુબેરનગર371819
15)અસારવા482721
16)શાહીબાગ432617
17)શાહપુર452421
18)નવરંગપુરા392811
19)બોડકદેવ1899
20)જોધપુર221012
21)દરિયાપુર351322
22)ઈન્ડિયાકોલોની513417
23)ઠક્કરબાપાનગર291712
24)નિકોલ331914
25)વિરાટનગર291613
26)બાપુનગર401426
27)સરસપુર-રખિયાલ341420
28)ખાડિયા281018
29)જમાલપુર381919
30)પાલડી412714
31)વાસણા432716
32)વેજલપુર28199
33)સરખેજ351718
34)મક્તમપુરા391524
35)બહેરામપુરા462224
36)દાણીલીમડા371720
37)મણિનગર20812
38)ગોમતીપુર471928
39)અમરાઈવાડી30822
40)ઓઢવ352312
41)વસ્ત્રાલ382513
42)ઈન્દ્રપુરી493514
43)ભાઈપુરા-હાટકેશ્વર24816
44)ખોખરા231112
45)ઈસનપુર291712
46)લાંભા331518
47)વટવા402119
48)રામોલ-હાથીજણ685018

​​​​​​​સ્પષ્ટતા : બાપુનગરના પ્રકાશ ગુર્જર સામે હત્યાનો ગુનો નોંધાયો નથી. માત્ર 188 હેઠળ ગુનો નોંધાયો છે. ગીતા પટેલની મિલકત 6 કરોડ નથી. 70 લાખ છે અને તેમની પાસે 18 તોલા સોનું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો