હવામાન વિભાગની આગાહી:17 જૂન સુધી શહેરમાં ભારે વરસાદની શક્યતા નહિવત્, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની વકી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અમદાવાદ સહિત 5 શહેરમાં ગરમી 40ને પાર પહોંચ્યો

દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલુું ચોમાસુ સુરત સુધી આવી પહોંચ્યું છે. ત્યારે મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં પણ વરસાદની લોકો રાહ જોઇ રહ્યાં છે. 17 જૂન સુધી અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. શનિવારે અમદાવાદ સહિત પાંચ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી કરી ગઈ છે.

10 દિવસથી અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રીની આસપાસ રહેતો હતો, શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.5 ડિગ્રી નોંધાયું હતું. ત્રણથી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી છાંટાથી લઇને વરસાદી ઝાપટા પડી શકે છે. પરંતુ, 17 જૂન સુધી શહેરમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.

41.1 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. ત્યારબાદ કંડલા પોર્ટ- 40.1 જયારે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં 40.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...