તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે, એક્ટ્રેસ પાયલ રોહતગીએ સોસાયટીના સભ્યોને ગાળો ભાંડી, ધરપકડ બાદ જામીન પર છૂટી

3 મહિનો પહેલા

નમસ્કાર!
સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેખાવો થશે. રાજ્યનાં 5000 વેક્સિન સેન્ટર પર 18થી ઉપરના તમામ વયજૂથના લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે...

સેન્સેક્સ52,925226.04
ડોલરરૂ.74.180

સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ

48,700-

આ 3 ઘટના પર રહેશે નજર
1) ડાંગ, નવસારી, સુરત, તાપીમાં અતિભારે વરસાદ પડી શકે છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા.
2) સંયુક્ત કિસાન મોરચા દ્વારા દેખાવો થશે, રાજભવનનો ઘેરાવ કરવામાં આવશે.
3) રાજ્યના 5000 વેક્સિન સેન્ટર પર 18થી ઉપરના તમામ વયજૂથના લોકોનું વેક્સિનેશન કરવામાં આવશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) એક્ટ્રેસ પાયલ રોહતગીએ સોસાયટીના સભ્યોને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી, ધરપકડ બાદ જામીન પર છૂટી

બોલિવૂડની એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વખત વિવાદમાં આવી છે. અમદાવાદના સેટેલાઇટમાં સોસાયટીના સભ્યોની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં અભદ્ર અને બીભત્સ ભાષામાં કૉમેન્ટ લખી ડિલિટ કરી નાખતી હતી. એક્ટ્રેસ સોસાયટીની સભ્ય ન હોવા છતાં મીટિંગમાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી, જેને પગલે સોસાયટીના ચેરમેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ સેટેલાઇટ પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે ધરપકડના ગણતરીના કલાકોમાં પાયલ જામીન પર છૂટી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભારે હંગામો, AAPના સૂત્રોચ્ચાર-ચોર છે ભાઈ ચોર છે ભાજપ સરકાર ચોર છે
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વિરોધ પક્ષના નેતા સાથે સિક્યોરિટી ગાર્ડે દાદાગીરી કરતાં હોબાળો મચી ગયો હતો. નગર શિક્ષણ સમિતિની ચૂંટણી પહેલાં જ ચર્ચા હતી કે કંઈક નવાજૂની થઈ શકે છે. આખરે પરિણામ આવતાંની સાથે જ કોર્પોરેશનની કચેરીમાં જબરદસ્ત હોબાળો જોવા મળ્યો હતો. આ દરમિયાન આમઆદમી પાર્ટીના કોર્પોરેટરોએ ચોર છે ભાઈ ચોર છે, ભાજપ સરકાર ચોર છેના સૂત્રોચ્ચાર કર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) સગીરાને લઈને આવેલા યુવકને રૂમ ન આપતાં સુરતના પલસાણા હાઈવે પર આવેલી JD રેસ્ટોરન્ટ માં તોડફોડ
સુરતના પલસાણા હાઈવે પર આવેલી જે.ડી. રેસ્ટોરન્ટ કમ હોટલમાં ધોળે દિવસે 5થી 6 ગાડીમાં આવેલા 20થી 25 અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો હતો. લાકડી, પાઇપ અને ધારદાર હથિયારો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો સામે આવ્યા છે. જ્યારે રેસ્ટોરન્ટના માલિકે જણાવ્યું હતું કે સગીરાને લઈને આવેલા યુવકને રૂમ ન આપતાં ઉશ્કેરાયેલો યુવક ટોળાને લઈને આવ્યો હતો અને તોડફોડ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદમાં બે બાળકના પિતાએ સગીર પ્રેમિકાની શારીરિક સંબંધો બાંધી ઝેરી દવા પીવડાવી હત્યા કરી, લાશને ઝાડીમાં ફેંકી
અમદાવાદમાં બે સંતાનોના પિતાએ સગીર પ્રેમિકા સાથે સેક્સ માણ્યા બાદ પોતાના જ હાથે ઝેરી દવા પીવડાવી હત્યા કરી છે. આરોપીએ હત્યા બાદ લાશ ઝાડી ફેંકી હતી. ત્યાર બાદ રખિયાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દિલીપ ઉર્ફે બોબો ઠાકોરની ધરપકડ કરી લીધી હતી. આરોપી સગીર પ્રેમિકાનું અપહરણ કરી ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં યુવકે સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ સગીરાએ લગ્ન કરવાની વાત કરતાં આરોપી હત્યા કરી પ્રેમિકાની લાશ ઓઢવ રિંગ રોડ પર નાખી ફરાર થઈ ગયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરાની મહિલામાં ડેલ્ટા+ વેરિયન્ટ મળ્યો, હોમ ક્વોરન્ટીન થયા બાદ સ્વસ્થ થઈ, સુરતમાં પણ એક કેસ
દેશની સાથે સાથે હવે ગુજરાતમાં પણ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ખતરો વધી રહ્યો છે. દેશમાં નોંધાયેલા ડેલ્ટા પ્લસના 48 કેસમાંથી બે કેસ ગુજરાતમાં નોંધાયા છે, જેમાં એક કેસ સુરતમાં, જ્યારે એક કેસ વડોદરામાં નોંધાયો છે. સુરતમાં સ્મિમેરનો મેડિકલ સ્ટુડન્ટ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાનું જાણવા મળ્યું છે તેમજ વડોદરાની મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળ્યો છે, જોકે આ મહિલા હોમ ક્વોરન્ટીન થઈને સ્વસ્થ થઈ ગઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...