ફરી પાણી ભરાયા:અમદાવાદના અમરાઈવાડી, નિકોલ, ઘોડાસર સહિત પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ ઘૂંટણ સમા પાણી ભરાયા

અમદાવાદ3 મહિનો પહેલા
અમદાવાદમાં પડેલા વરસાદ બાદની તસવીર

અમદાવાદ શહેરમાં ફરીથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સાંજ પડતા જ શહેરના પૂર્વમાં કાળા ડિબાંગ વાદળો છ અમરાઈવાડી, જશોદાનગર, રામોલ, ઘોડાસર, વટવા, નિકોલ, ઓઢવ, રખિયાલ, બાપુનગર તથા મણિનગરમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

રવિવારે ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા
નોંધનીય છે કે, ગત રવિવારે જ શહેરમાં ભારે વરસાદ નોંધાયો હતો, જેમાં ઘણી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા બની હતી. કેટલાક લોકોના ઘરોમાં તો કેટલીક જગ્યાએ બેઝમેન્ટના પાર્કિંગમાં પાણી ભરાતા લોકોને લાખોનું નુકસાન થયું હતું. એવામાં વરસાદના 24 કલાક થવા છતાં કેટલીક જગ્યાએ પાણી ઓસર્યા નહોતા. એવામાં આજે ફરી પૂર્વના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

અનેક જગ્યાએ ઘૂંટણ સમા પાણી ભરાયા
અનેક જગ્યાએ ઘૂંટણ સમા પાણી ભરાયા

ગુજરાતમાં સરેરાશ 34 ઈંચ વરસાદ
નોંધનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સીઝનમાં 34 ઇંચ વરસાદ પડવાની સરેરાશ છે, જેની સરખામણીએ હાલ સુધીની સ્થિતિએ કુલ 14.52 ઈંચ, એટલે કે 42.72 ટકા વરસાદ વરસ્યો છે. અત્યારસુધીમાં રાજ્યમાં પડેલા કુલ 14.52 ઈંચ વરસાદમાંથી 7.67 ઈંચ, એટલે કે 47 ટકા જેટલો વરસાદ માત્ર 5 જ દિવસમાં વરસી ગયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદી આફતમાં અત્યારસુધીમાં 31035 નાગરિકનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મોત થયાં છે.

રાજ્યનાં 21 જળાશય 100 ટકાથી વધુ ભરાયાં
કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વરસી રહેલા વરસાદને પરિણામે જળાશયોમાં પાણી ભરાઈ રહ્યાં છે, ત્યારે રાજ્યનાં 21 જળાશય 100 ટકાથી વધુ ભરાઈ ગયાં છે. એ ઉપરાંત 30 જળાશયો 70થી 100 ટકા, 27 જળાશય 50થી 70 ટકા, સરદાર સરોવર કુલ સંગ્રહશક્તિના 48 ટકા ભરાયો છે. રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 18 NDRFની પ્લાટૂન અને 21 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે NDRFની બે ટીમ અને SDRFની પાંચ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. અત્યારસુધીમાં 575 નાગરિકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...