સ્માર્ટ સિટીનો શરમજનક નજારો:અમદાવાદમાં અનરાધાર વરસાદમાં ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાયા, મકાનોમાં પાણી ઘૂસ્યા, રોડ પર વાહનો ફસાયા

અમદાવાદ3 મહિનો પહેલા
અમદાવાદમાં થોડા જ વરસાદમાં વિકાસની પોલ ખુલી - Divya Bhaskar
અમદાવાદમાં થોડા જ વરસાદમાં વિકાસની પોલ ખુલી

અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. પરંતુ આ વખતે પાંચ ઈંચ વરસાદમાં જ વિકાસની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. શહેરમાં આજે પડેલા વરસાદમાં વિકાસનો અસલી નજારો જોવા મળ્યો છે. ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયાં છે. સોસાયટીઓમાં અને પોળના મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. નાના બાળકો ઘરમાં ઘૂસેલા પાણીને ઉલેચી રહ્યાં છે. બીજી તરફ વાહન ચાલકોના વાહનો પાણીમાં ફસાઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

રસ્તા પણ પાણી ભરાઈ ગયાં
રસ્તા પણ પાણી ભરાઈ ગયાં

શહેરના ચાર અંડરબ્રિજ બંધ કરાયા
શહેરના માધુપુરા માર્કેટ તળાવમાં ફેરવાઈ ગયું છે. વ્યાપારીઓએ વિકાસના મોડેલને હાશિયામાં મુકીને "હજુ વધુ મત આપો" જેવી રમૂજ કરી ગરમા ગરમ ભજીયાની મોજ માણી છે. વેપારીઓએ આજે એક દિવસના વરસાદને કારણે રજાનો આનંદ માણ્યો છે.સ્કૂલ છૂટવાના સમયે પણ વરસાદ ચાલુ રહેતાં બાળકો પણ પાણીમાં ફસાઈ ગયાં હતાં. અમદાવાદમાં શાહિબાગ, મીઠાખળી, અખબારનગર અને મકરબા અંડરબ્રિજ પાણી ભરાઈ જવાને કારણે બંધ કરી દેવાયાં છે. રસ્તા પણ પાણી ફરી વળતાં લોકોનાં વાહનો બંધ થઈ ગયાં છે.

બાળકોએ વરસાદના ભરાયેલા પાણીમાં મજા માણી હતી
બાળકોએ વરસાદના ભરાયેલા પાણીમાં મજા માણી હતી

અમદાવાદમાં 3 કલાકમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ વરસાદ
અમદાવાદમાં 3 કલાકમાં સરેરાશ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, નારણપુરા વિસ્તારમાં જ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પૂર્વ ઝોનમાં આવેલા રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઓઢવ વિરાટનગર, રામોલ સહિતના વિસ્તારોમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં
સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં

ક્યાંક દિવાલ ધરાશાહી તો ક્યાંક વાહન ફસાયા
અમદાવાદમાં ભારે વરસાદના પગલે મકાન ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. રાયખડ વિસ્તારમાં આવેલા ચિસ્તીવાડમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઇ છે જ્યારે આસ્ટોડિયા વિસ્તારમાં આવેલા માંડવીની પોળમાં પણ એક જૂનું મકાન ધરાશાયી થયું હતું.જો કે ફાયર બ્રિગેડ પહોંચે તેની પહેલા જ વ્યક્તિને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના પણ બની છે.

બીઆરટીએસ રૂટ પર પણ પાણી ભરાઈ ગયાં હતાં
બીઆરટીએસ રૂટ પર પણ પાણી ભરાઈ ગયાં હતાં

શહેરના તમામ પોલીસ અધિકારીઓને લોકોની મદદ કરવા સૂચના
અમદાવાદ શહેરમાં આજે પડેલા મુશળધાર વરસાદના કારણે પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ પોલીસ અધિકારીઓને ફિલ્ડમાં ઉતરીને લોકોની મદદ માટે જવાની સૂચના આપવામાં આવી છે આજે ટી મીટીંગ કેન્સલ કરીને તમામ અધિકારીઓને પોતાના વિસ્તારમાં ફિલ્ડમાં જઈને જે લોકો પાણીથી મુશ્કેલીમાં મુકાયા છે તેમની મદદ કરવા માટે સૂચના આપવા આવી છે

ઘરમાં ઘૂસેલા પાણીને ઉલેચી રહેલ બાળક
ઘરમાં ઘૂસેલા પાણીને ઉલેચી રહેલ બાળક

AMCના વિપક્ષના નેતા સ્વીમીંગ બોટ લઈને પહોંચ્યા
અમદાવાદ શહેરમાં આજે બપોરે 12 વાગ્યા પછીથી 4 ઈંચ જેટલો વરસાદ પડયો છે. શહેરના પૂર્વ હોય કે પશ્ચિમ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત દરેક અને ગટરની સફાઇ કરી હોવાના દાવા કરવામાં આવ્યા હતા જે પોકળ સાબિત થયા હોવાનો વિપક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આજે શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઇ જતા વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ મણિનગર વિસ્તારમાં નાના સ્વીમીંગ બોટ લઈ પોહચ્યાં હતા.બોટમાં નાટકીય રીતે શહેરના મેયર કિરીટ પરમાર અને મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાને બેસાડી અને પાણીમાં સવારી કરાવી હતી.

સ્કૂલેથી છુટેલા બાળકોની રીક્ષા ફસાઈ
સ્કૂલેથી છુટેલા બાળકોની રીક્ષા ફસાઈ

વરસાદે ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલી નાખીઃ AAP
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ અમદાવાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાઇ જતા જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી માટે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં પડેલા છેલ્લા એક કલાકમાં વરસાદ છે. અમદાવાદ શહેરનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર પાણીમાં ઢીંચણ સમા પાણી ભરેલા જોવા મળી આવે છે.ત્યારે સવાલ એ થાય છે.ભાજપનું સરકાર હસ્તક કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં કેમ જનતાને હાલાકી ભોગવી પડી રહી છે. આ વરસાદે ભ્રષ્ટ ભાજપ સરકારની પોલ ખોલી નાખી છે.

વાહન ચાલકોનાં વાહનો પાણીમાં બંધ થઈ જતાં પરેશાની
વાહન ચાલકોનાં વાહનો પાણીમાં બંધ થઈ જતાં પરેશાની
પોળના રોડ પર પાણી ફરી વળ્યાં
પોળના રોડ પર પાણી ફરી વળ્યાં
રસ્તામાં પડેલા ખાડામાં ગાડીઓ ફસાઈ ગઈ
રસ્તામાં પડેલા ખાડામાં ગાડીઓ ફસાઈ ગઈ
પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ
પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ
રસ્તે પસાર થતાં વાહનો ખાડામા ફસાયા
રસ્તે પસાર થતાં વાહનો ખાડામા ફસાયા
રોડ બેસી જતાં ગાડી ફસાઈ
રોડ બેસી જતાં ગાડી ફસાઈ