મેઘાના મંડાણ:રક્ષાબંધન પર મહીસાગર, ગીર સોમનાથ સહિત ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં સીઝનનો કુલ 40 ટકા વરસાદ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ વરસાદની ફાઈલ તસવીર છે - Divya Bhaskar
આ વરસાદની ફાઈલ તસવીર છે
  • મધ્ય, ઉત્તર, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં રવિવારે ભારે વરસાદની આગાહી
  • 26મી ઓગસ્ટ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે

લાંબા વિરામ બાદ રાજ્યમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. અમદાવાદ શહેરમાં શનિવારે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો હતો. ત્યારે રવિવારે રક્ષાબંધન પર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. રાજ્યના મધ્ય, ઉત્તર, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના 6 જેટલા જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

આગામી 26 તારીખ સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી
આગામી 26 તારીખ સુધી રાજ્યભરમાં વરસાદની આગાહી

રક્ષાબંધને રાજ્યના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે રક્ષાબંધન પર ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મધ્ય ગુજરાતમાં મહીસાગર, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ તથા દીવ-દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આગામી 26 તારીખ સુધી રાજ્યભરમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પડી શકે છે.

કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી?

તારીખજિલ્લો
22થી 23 ઓગસ્ટ

સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના

23થી 24 ઓગસ્ટ

તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી તથા દમણ અને દાદરા નગર હવેલી, અરવલ્લી, સાબરકાંઠા અને મહિસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ તથા દીવમાં વરસાદની સંભાવના

24થી 25 ઓગસ્ટ

વલસાડ, નવસારી, દમણ તથા દાદરા નગર હવેલી, કચ્છ, પોરબંદર, દ્વારકા

25થી 26 ઓગસ્ટ

ડાંગ, તાપી, સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદર નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવ

(24 કલાકનો સમયગાળો સવારે 8.30 કલાકથી બીજા દિવસે સવારના 8.30 કલાક સુધીનો છે)

શુક્રવારે 129 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં શુક્રવારે 24 કલાકમાં 24 જિલ્લાઓના 129 તાલુકાઓમાં મેઘમહેર થઈ હતી. જેમાં વલસાડ, પારડી, ધરમપુરમાં 5 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમરેલીના લીલિયા, વાપીમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ 40.40 ટકા (339.37 એમ.એમ) વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનામાં 20 તારીખ સુધીમાં 42 એમ.એમ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

શુક્રવારે રાજ્યના 24 જિલ્લાઓમાં વરસાદ પડ્યો
શુક્રવારે રાજ્યના 24 જિલ્લાઓમાં વરસાદ પડ્યો