ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. હજી રાજ્યમાં 19 ટકા વરસાદની ઘટ છે. ત્યારે ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં 29 અને 30 સપ્ટેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, અરબ સાગરના ઉત્તરમાં સર્જાયેલા લો પ્રેશરના પરિણામે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ બની રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 26 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરુચ અને સુરત જિલ્લામાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે 29 અને 30 સપ્ટેમ્બર સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
કયા જિલ્લામાં વરસાદની આગાહી?
તારીખ | વરસાદની આગાહી વાળા જિલ્લા |
26 સપ્ટેમ્બર | બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરુચ અને સુરતમાં ભારે વરસાદ તથા સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી |
26થી 27 સપ્ટેમ્બર | ભરુચ અને સુરતમાં ભારે વરસાદ તથા સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી |
27થી 28 સપ્ટેમ્બર | આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ તથા સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી |
28થી 29 સપ્ટેમ્બર | ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ તથા સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી |
29થી 30 સપ્ટેમ્બર | સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને દ્વારકામાં ભારે વરસાદ તથા સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી |
છેલ્લા 24 કલાકમાં 81 તાલુકાઓમાં મેઘમહેર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ વરસાદ સુરત, દ્વારકા, નવસારી, કચ્છ અને ગાંધીનગર જિલ્લામાં થયો છે. પલસાણા, કલ્યાણપુર અને દ્વારકામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સીઝનનો અત્યારસુધીમાં 27 ઈંચ સાથે 81.91 ટકા વરસાદ થયો છે, જ્યારે ચોમાસાની સીઝન પૂરી થવામાં હોવાથી હજી રાજ્યનાં 17 તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ થયો છે.
રાજ્યમાં 19 ટકા વરસાદની ઘટ છે
અમદાવાદમાં 1 જૂનથી અત્યારસુધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યારસુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે.
ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
ઝોન | ઈંચ | ટકા |
ઉત્તર ગુજરાત | 18.42 | 65.28 |
દક્ષિણ ગુજરાત | 47.32 | 82.21 |
મધ્ય ગુજરાત | 23.3 | 73.4 |
કચ્છ | 15.23 | 87.56 |
સૌરાષ્ટ્ર | 25.51 | 92.45 |
ગુજરાત | 27.08 | 81.91 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.