હાલાકી:સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો અમદાવાદમાં પેસેન્જર્સને 6 કલાકથી વધુ રાહ જોવી પડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજકોટ ડિવિઝનના અલિયાવાડા,જામવંથલી સેકશનમાં ટ્રેક પર પાણી ફરી વળ્યાં

સૌરાષ્ટ્રમાં રાજકોટ-જામનગરમાં પડેલા ભારે વરસાદને કારણે રાજકોટ ડિવિઝનના અલિયાવાડા-જામવંથલી સેક્શનમાં રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનોનું સંચાલન ખોરવાતાં કેટલીક ટ્રેનોના સમય બદલી રિશિડ્યુલ કરાઇ છે, જ્યારે કેટલીક ટ્રેનો આંશિક રદ કરાઇ છે. જ્યારે કેટલીક ટ્રેનોને રાજકોટ અને જામવંથલી સ્ટેશને અટકાવી દેવાતા પેસેન્જરોને હાલાકી પડી હતી. જોકે રેલવેએ પેસેન્જરોને પાણીની બોટલ અને ફૂડ પેકેટ આપ્યા હતા.

રી શિડ્યુલ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનો

  • ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેલ ઓખાથી સવારે 11.05 વાગ્યાને બદલે 4.55 કલાક મોડી સાંજે 16.00 કલાકે ઉપડી હતી.
  • 11મીએ ઉપડેલી હાવડા-પોરબંદર સ્પેશિયલ વાયા ભક્તિનગર-જેતલસર-વાંસજાળિયા-પોરબંદરના રૂટ પર દોડાવાશે.
  • 12 સપ્ટે. ઉપડેલી મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેલ રાજકોટથી વાયા ભક્તિનગર-જેતલસર-વાંસજાળિયા-પોરબંદરના ડાયવર્ટ રૂટ પર દોડાવાશે.
  • 10 સપ્ટે ઉપડેલી રામેશ્વરમ-ઓખા સ્પેશિયલ વાયા ભક્તિનગર-જેતલસર-વાંસજાળિયા-કાનાલૂસ-ઓખા રૂટ પર દોડાવાશે.
  • 13 સપ્ટે.ઉપડેલી ઓખા-એર્નાકુલમને વાયા કાનાલૂસ-વાંસજાળિયા-જેતલસર-ભક્તિનગર-રાજકોટના ડાયવર્ટ રૂટ પર દોડાવાશે.

આંશિક રદ કરાયેલી ટ્રેનો

  • દેહરાદૂન-ઓખાને રાજકોટમાં શોર્ટ ટર્મિનેટ કરાઈ.
  • 12 સપ્ટે. ભાવનગરથી ઉપડેલી ભાવનગર-ઓખાને જાલિયા દેવાણી સ્ટેશને શોર્ટ ટર્મિનેટ કરાઈ.
  • 13 સપ્ટે. ઓખાથી ‌ઉપડેલી ઓખા-ભાવનગર, રાજકોટ-ભાવનગર વચ્ચે દોડશે.

અમદાવાદ સ્ટેશને પેસેન્જર્સને 6 કલાકથી વધુ બેસી રહેવું પડ્યું
​​​​​​​ઓખા - મુંબઈ સૌરાષ્ટ્ર મેલ રિશિડ્યુલ કરાતા આ ટ્રેન ઓખાથી તેના નિયત સમય કરતાં 5 કલાક મોડી ઉપડી હતી. આ ઉપરાંત જામનગરથી રાજકોટ વચ્ચે આ ટ્રેન ડાયવર્ટ રૂટ પર દોડાવાતા ટ્રેન અમદાવાદ 8.15 વાગ્યાના બદલે મોડી રાતે 2 વાગ્યા બાદ પહોંચશે. આ પરિસ્થિતિમાં ટ્રેન પકડવા આવેલા પેસેન્જરોને અમદાવાદ સ્ટેશને 6 કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...