ખેતીવાડી વિભાગનો સરવે:અમદાવાદના નવ તાલુકામાં ભારે વરસાદથી ડાંગરના પાકને નુકસાન; ધોળકા, બાવળા, ધંધુકા, દેત્રોજ, સાણંદ, માંડલમાં નુકસાન

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી સપ્તાહ સુધીમાં રિપોર્ટ આવ્યા બાદ નુકસાનીનો સાચો આંકડો જાણવા મળશે

અમદાવાદ જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. આ સિવાય અન્ય પાકને નુકસાન થયું છેકે નહીં? તે જાણવા માટે જિલ્લાના નવ તાલુકામાં ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે. આગામી સપ્તાહમાં સરવે રિપોર્ટ આવ્યા બાદ નુકસાનીનો સાચો આંકડો જાણવા મળશે.

જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લામાં સતત વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થયું છે. ધોળકા તાલુકાના કેટલાંક ગામોમાં ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે. જિલ્લાના નવ તાલુકા બાવળા, દસ્ક્રોઇ, ધંધુકા, ધોલેરા, ધોળકા, દેત્રોજ, માંડલ, સાણંદ અને વિરમગામ તાલુકામાં ઊભા પાકને કેટલું નુકસાન થયું છે? તેની જાણકારી માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સરવે થઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસના આગેવાનોએ કહ્યું કે, ધોળકામાં ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ પણ દયનીય થઈ ગઈ છે. ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઓછું નુકસાન થયું હોવાની જાહેરાત કરી ખેડૂતોને અન્યાય કરવા પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...