તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસુ:રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી,અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નહિવત - Divya Bhaskar
રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નહિવત
  • સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે.
  • રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ નહિવત.

ગુજરાતમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તે ઉપરાંત દીવ-દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ નહિવત છે. જ્યારે અમદાવાદમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં ગત રાત્રીએ અઢી ઇંચ જેટલો વરસાદ થયો
અમરેલી જિલ્લામાં રાત્રે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાંબેલાધાર વરસાદ ખાબકતા કેટલાક ખેતરો પાણીથી ભરાય ગયા હતા. અહીં આવેલી સૌથી મોટી શેત્રુંજી નદીમા પણ નવાનીર પાણીની આવક થતા સમગ્ર વિસ્તારમા લોકોમા ખુશી જોવા મળી રહી છે. કેટલાય સમયથી શેત્રુંજી નદી ખાલી ખમ હતી, પરંતુ આજે નવા નીર આવતા આસપાસની ખેતી પણ મુજબત થવાની આશાએ લોકોનું મનોબળ વધુ મજબૂત થયુ છે.

અમદાવાદમાં હળવા વરસાદની આગાહી ( ફાઈલ ફોટો)
અમદાવાદમાં હળવા વરસાદની આગાહી ( ફાઈલ ફોટો)

કપડવંજ, ગળતેશ્વર અને ઠાસરામાં ગઈ કાલે 13 મી.મી વરસાદ થયો
ખેડામાં મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સુસવાટાભેર પવન ફુંકાઈને કેટલાય તાલુકાઓમાં વરસાદનું પુન: આગમન થયુ છે. તેમાંય ખાસ કરીને કપડવંજમાં ધીમી ધારે શરૂ થયા બાદ વરસાદનું પ્રમાણ વધ્યુ હતુ. ગળતેશ્વર અને ઠાસરામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. ખેડાના કેટલાંક તાલુકામાં આજે વરસાદનું પુન: આગમન થયુ છે. કપડવંજમાં પવનના સૂંસવાટા સાથે વરસાદી ઝાપટું પડતા 13 મીમીથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્રણેક દિવસ સુધી વરસાદ બંધ રહ્યા બાદ આજે અચાનક સાંજના સમયે વાદળો ઘેરાયા હતા. ત્યારબાદ પવનની શરૂઆત થઈ અને ઠેર-ઠેર જમાવટ કરી હતી.

ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
IMDના અધિકારીએ જણાવ્યું હતું કે 19 જૂન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદ પ્રમાણમાં ઓછો નોંધાયો છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત્ છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ચાલુ વર્ષે અંદાજિત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 21 જૂન 2021 સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 1.394 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 8.06 ટકા વાવેતર થવા પામ્યું છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ( ફાઈલ ફોટો)
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ( ફાઈલ ફોટો)

NDRFની કુલ 5 ટીમો ડિપ્લોય કરાઈ
NDRFની કુલ 15 ટીમમાંથી 5 ટીમ ડિપ્લોય કરી દેવામાં આવી છે, જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 1-રાજકોટ, 1-ગીર-સોમનાથ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે, જ્યારે 8- ટીમ વડોદરા અને 2 ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. વઘુમાં, એસ.ડી.આર.એફ, સી.ડબ્લ્યુ.સી., ઊર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ.ના અધિકારીઓ ઓનલાઇન મીટિંગમાં જોડાયા હતા અને ચોમાસું અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતું.